ETV Bharat / city

સુરત: આપ કોર્પોરેટર ઋતા દુધાગરાએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ - Surat Ward No. 3 Corporator

સુરત આપ પાર્ટીના વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર અને કામરેજના ધારાસભ્યએ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને આ ઘટના બાદ ઋતા દુધાગરના પતિની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે પોતાના પર લગાવેલા તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું.

xx
સાહેબ,બીવી અને રાજનીતિ : કોર્પોરેટ પત્નીએ પતિ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
author img

By

Published : Jun 18, 2021, 10:24 AM IST

  • સુરતની રાજનીતિમાં ખળભળાટ
  • ઋતા દુધાગરાએ પતિ ચિરાગ પર લગાવ્યા ગંભીર આરોપ
  • પતિ ચિરાગે ફાગાવ્યા તમામ આરોપ

સુરત: જિલ્લાના વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે, કામરેજના ધારાસભ્ય દ્વારા તેઓને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. તેઓના આ આક્ષેપને પગલે સુરતમાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પક્ષ પલટા માટે દબાણ

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-3 માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમ્મેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયા હતા. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષપલ્ટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો : ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જોડાયાં 40 કાર્યકર્તાઓ

3 કરોડની ઓફર બીજેપીમાં જોડાવવા માટે કરાઈ

ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે હું સૌથી વધુ લીડથી આમ આદમી પાર્ટીમાં ચુંટાઇને આવી છું. જ્યાંરથી હું જીતીને આવી છું ત્યારથી બીજેપી દ્વારા ખુબ જ દબાણ કરવામાં આવ્યું છે. કામરેજના ધારાસભ્યએ બીજેપીમાં જોડાવવા દબાણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓના પતિ ચિરાગે પણ ભાજપમાં જોડાવવા ખુબ જ દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી ઘરના સભ્યો પણ રૂપિયા લઈને બીજેપીમાં જોડાઈ જવા માટે દબાણ કરતા હતા. મારા પતિ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ઘર પણ મારા પર ચાલતું હતું. પરંતુ જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરૂં. આ વાતને લઈને મારા અને મારા પતિ ચિરાગ સાથે અવાર નવાર ઝગડાઓ થતા હતા. જેને લઈને અમે ડિવોર્સ પણ લઇ લીધા છે.

સાહેબ,બીવી અને રાજનીતિ : કોર્પોરેટ પત્નીએ પતિ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો : Assembly Election-2022 : 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ

પતિએ બીજેપીમાં જોડવા 25 લાખ લીધા

બીજેપીના લોકો અને મારા પતિ અને મારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી ખુબ ખરાબ અને ખોટી વાતો કરવામાં આવી રહી છે. હું બીજેપીમાં જોડાવવાની નથી. મારા પતિ હાલમાં બીજેપી જોડાઈ ગયા છે અને બીજેપીમાં જોડાવવા માટે 25 લાખ રૂપિયા લીધા છે. આ બાબતે આગામી સમયમાં મારા પતિ અને બીજેપીના લોકો સામે ફરિયાદ પણ કરવામાં આવશે.

ઋતાના પતિએ આક્ષેપો ફગાવ્યા

ઋતાના પતિ ચિરાગની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે મારા પર લાગેલા તમામ આક્ષેપો ખોટા છે. મેં કોઈ પાસેથી રૂપિયા લીધા નથી અને હું કોઈના સંપર્કમાં નથી. મેં જો રૂપિયા લીધા હોય અને મેં કોઈ ખોટું કર્યું હોય તો ઋતા સબૂત સાથે સામે આવે ખાલી આક્ષેપો કરવાથી કઈ નહિ થાય. હું આ તમામ આક્ષેપો મામલે આગામી સમયમાં પોલીસ ફરિયાદ કરીશ અને બાદમાં દૂધનું દૂધ પાણીનું પાણી થશે. આ ઉપરાંત તેઓએ પોતાના છુટાછેડા બાબતે પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આપની આ પાપ લીલા છે. તેણે મારુ ઘર ભંગાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.