ETV Bharat / city

Shining Gems of Surat jewelry industry : મામૂલી ભણેલાં કારીગરો બનાવે છે કરોડોની જ્વેલરી, વિશ્વમાં મળી નામના - સુરતમાં કીમતી જ્વેલરીનું ઘડતર

કરોડો રૂપિયાનો મુગટ અને મિસ અમેરિકા માટે ક્રાઉન બનાવનાર કારીગરો એવા છે જેઓ SSC સુધી પણ નથી ભણ્યાં. જાણો હીરાઉદ્યોગના રત્ન સમાન કારીગરોનું અદભૂત કળાકૌશલ્ય જે વિશ્વભરમાં (Shining Gems of Surat jewelry industry) નામના પામી રહ્યું છે.

Shining Gems of Surat jewelry industry
Shining Gems of Surat jewelry industry
author img

By

Published : Jan 29, 2022, 8:48 PM IST

સુરત : છેલ્લા બેત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીયસ્તરે સુરત જ્વેલરી ઉદ્યોગ વિશ્વમાં ચમકી રહ્યો છે. આ ચમક પાછળ કોનો હાથ છે તે અંગે કદાચ મોટાભાગના લોકો અજાણ હશે. ભગવાન સ્વામિનારાયણનો બે કરોડ રુપિયાનો મુગટ પહેલાં ખેતમજૂર હતાં તેવા કારીગરે બનાવ્યો છે. એવી જ રીતે ધોરણ-4 સુધી ભણેલા અને કફોડી આર્થિક પરિસ્થિતિ ભોગવનાર યુવાનો આજે કરોડો રૂપિયાની (Shining Gems of Surat jewelry industry ) જવેલરી બનાવી રહ્યાં છે. આ બધાં સુરતના જ્વેલરી ઉદ્યોગના એવા રત્નો છે જેની મોહિની દુનિયાને આકર્ષિત કરી રહી છે.

પશ્ચિમ બંગાળથી મોટી સંખ્યામાં આવે છે કારીગરો

ડાયમન્ડ સિટી સુરતમાં રોજગાર (Employment in the jewelery market of Surat) મેળવી રહેલા મોટા ભાગના કારીગરો પશ્ચિમ બંગાળથી આવે છે. બેરોજગાર અને ખેતમજૂરી કરનાર યુવાનોએ ક્યારે પણ વિચાર્યું નહોતું કે તેમની કિસ્મત સુરતમાં ચમકશે. આજે લગભગ 50,000 રૂપિયા કમાઇ લેનાર કારીગર એકસમયે પરિવારનું ભરણપોષણ પણ કરી શકતાં નહોતાં. તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેઓ ધોરણ 10 સુધી પણ ભણી શક્યાં નહોતાં. આજે બે કરોડ રુપિયાના મુગટથી લઈને વિદેશી મહિલાઓ માટે ક્રાઉન બનાવે છે. મિસ અમેરિકા, અમેરિકાની સૌથી સુંદર મહિલા માટેનો ક્રાઉન પણ બનાવી ચૂક્યાં છે. તો બોલિવૂડના હીરોહીરોઇન પણ આ યુવાઓ દ્વારા બનાવાતી કરોડો રૂપિયાની જ્વેલરી પહેરી રહ્યાં છે. આપને જણાવીએ કેટલાક એવા કારીગરરત્નોના કિસ્સા જેમની કારીગરી સૌ વખાણી (Shining Gems of Surat jewelry industry ) રહ્યાં છે.

જાણો કોણે બનાવ્યો છે ભગવાન સ્વામિનારાયણના મસ્તકે શોભતો 2 કરોડનો મુગટ

વડતાલનું ભગવાન સ્વામિનારાયણ મંદિર આ સંપ્રદાય માટે મહત્ત્વનું સ્થાનક છે. વડતાલ મંદિરમાં સ્થાપિત ભગવાન સ્વામીનારાયણની મૂર્તિના મસ્તકે સોહતો મુગટ જોતાં જ રહી જાવ તેવો સુંદર છે. એે હીરાજડિત મુગટની કીમત 2 કરોડ રુપિયા છે અને તે બનાવનાર કારીગર મુસ્લિમ છે જેમનું નામ છે ગ્યાસુદ્દીન. ગ્યાસુદ્દીન પશ્ચિમ બંગાળમાં ખેતમજૂરી કરતો હતો અને માત્ર ધોરણ 8 પાસ છે. તેઓ 16 વર્ષ પહેલા સુરત આવ્યા હતાં. જો તેઓ પશ્ચિમ બંગાળથી સુરત ન આવ્યા હોત તો કદાચ તેમના હુન્નરને ન ચમકાવી શક્યાં હોત કે ન તો તેમની એટલું જ નહીં તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો હોત. ગ્યાસુદ્દીને જણાવ્યું હતું કે આજે પણ તેમનો પરિવાર તો પશ્ચિમ બંગાળમાં જ રહે છે. પરિવારમાં માતાપિતા, ભાઈ, પત્ની અને બાળકો છે. તેમને ખૂબ જ આનંદ છે કે કરોડો રૂપિયાની જવેલરી પોતે બનાવે છે અને લોકો તેને પસંદ કરે છે.

આ પણ વાંચો : મુસ્લિમ બિરાદરે બનાવ્યો ભગવાન સ્વામિનારાયણનો આ અદ્દભૂત મુકુટ

10 પાસ અરિજિતસિંહે બનાવેલા ક્રાઉને અમેરિકાની સૌથી સુંદર યુવતીની શોભા વધારી

મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાએ જે ક્રાઉન પહેર્યો હતો તે સુરતના કારીગરે ઘડ્યો હતો. આ ક્રાઉનની કારીગરી કરનાર છે પશ્ચિમ બંગાળથી સુરત આવેલા અરિજિતસિંહ, તેમણે આ ક્રાઉન બનાવ્યો છે. 8 વર્ષ પહેલાં સુરત આવેલા અરિજિતસિંહ જણાવ્યું હતું કે તેઓ 11 વર્ષનાં હતાં ત્યારે પિતાનું નિધન થઈ ગયું હતું, માતાએ નોકરી કરીને ગુજરાન ચલાવ્યું, ધોરણ 10 સુધી ભણીને અભ્યાસ મૂકી દીધો અને કામે લાગી ગયાં. સુરત આવ્યાં પછી હાલ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી થઈ ગઈ છે. જવાબદારી આવી જવાના કારણે ભણતર પૂરું ન કરી શકનાર અરિજિતસિંહને પત્રકાર બનવું હતું, પણ એ તેમનું સ્વપ્ન જ રહી ગયું. જોકે હવે ખૂબ જ ગર્વ અનુભવે છે કે તેમના કસબને દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં પસંદ કરવામાં આવે છે, ત્યાંના મોટા મોટા લોકો તેમની બનાવેલી જ્વેલરી પહેરે છે. મિસ અમેરિકાએ એ ક્રાઉન પહેર્યો ત્યારે એ ખુશી વ્યક્ત કરવા તેમની પાસે શબ્દ નથી.

Shining Gems of Surat jewelry industry

આ પણ વાંચો : Diamond artisan in Surat : અમેરિકાની સૌથી સુંદર મહિલા પહેરે છે અરિજિત સિંહે બનાવેલો 'તાજ'

બોલિવૂડ સ્ટાર માટે જ્વેલરી ઘડનાર જગદીશ પટેલ વિશે જાણો

ઉત્તર પ્રદેશના બેરોજગાર જગદીશ પટેલ હજારો કિલોમીટર દૂર સુરત આવીને ડાયમંડ જ્વેલરી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેમની બનાવેલી જ્વેલરી આજે બૉલિવુડના કેટલાક હીરો-હીરોઇન પસંદ કરે છે અને પહેરે પણ છે. આજે કરોડો રૂપિયાની જવેલરી બનાવનાર અગાઉ બેરોજગાર હતાં તે અવિશ્વસનીય લાગે પણ સાચું છે. જગદીશ પટેલે જણાવ્યું હતું તેઓ જોનપુરના છે, જ્યારે ગામમાં હતાં ત્યારે બેરોજગાર હતાં, પિતાની ખેતીવાડીમાં થોડું કામ કરી લેતાં, તેમનો એક મિત્ર સુરત લઈને આવ્યો અને જ્વેલરીમાં કામ અપાવ્યું. અહીં આવ્યા બાદ ઘરની પરિસ્થિતિમાં સુધારો થયો છે, જગદીશ પટેલે તૈયાર કરેલી નેકલેસ સહિતની જ્વેલરી બોલિવૂડમાં પહેરાય છે તેનાથી ખૂબ ખુશી અનુભવે છે, તેમણે ક્યારેય નહોતું વિચાર્યું આટલી મોંઘી જ્વેલરી બનાવશે તેમણે સુરત આવીને જ આ બધું જોયું છે.

આ પણ વાંચો : એક સમયનો બેરોજગાર યુવાન, આજે બનાવે છે બોલિવુડ માટે જ્વેલરી

તાપસ વૈદ્યન બનાવે છે દક્ષિણ ભારતની મહિલાઓ માટે લાખો રૂપિયાનો ચોટલા

દક્ષિણ ભારતમાં મહિલાઓ જે સોના અને હીરાના બનાવેલા ચોટલા વાળ ઉપર પહેરે છે તેની કિંમત 15 લાખથી લઈને 85 લાખ સુધીની હોય છે. આ પણ કારીગરો બનાવી રહ્યા છે, એ કારીગરમાંના એક તાપસ છે. તેઓ પણ પશ્ચિમ બંગાળથી આવ્યાં હતાં. પહેલાં ખેતમજૂરી કરનાર તાપસે જણાવ્યું હતું કે સુરત આવીને આવી જ્વેલરી બનાવી તે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. તાપસ વૈદ્યે વધુમાં જણાવ્યું કે તે સાત વર્ષથી અહીં કામ કરે છે. પહેલાં કશું આવડતું ન હતું. અહીં કામ શીખીને દાગીના કારીગર બન્યો આજે લાખો રૂપિયા કમાઈ શકું છું, પહેલાં ઘરની પરિસ્થિતિ સારી નહોતી, આ જ કારણ હતું કે સુરત આવ્યો હતો. સાઉથમાં સોનાચાંદીના ચોટલા પ્રચલિત છે તે હું બનાવું છું. કામ કરવામાં ખૂબ જ આનંદ થાય છે, લાખો કરોડો રૂપિયાની જ્વેલરી હું તૈયાર કરું છું. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેના કરતાં ઘણું સારું થઇ ગયું છે, આ ક્ષેત્રમાં જ આગળ વધવાનું વિચાર્યું છે.

Shining Gems of Surat jewelry industry

આ પણ વાંચો : ખેત મજૂર હવે મહિલાઓ માટે બનાવે છે લાખો રૂપિયાની હીરાની ચોટલી

ઇટાલીની મહિલાઓ માટે બનાવે છે હીરાજડિત ક્રાઉન જાણો તે કારીગર વિશે

જ્વેલરી મેકિંગમાં સુરત વિશ્વસ્તરની ડિઝાઇન્સ પણ બનાવવા લાગ્યું છે. યુરોપીયન અને ઈટાલીમાં મહિલાઓ જે ક્રાઉન પહેરતી હોય છે તે પણ સુરતમાં બની રહ્યાં છે. ઈટાલી મહિલાઓ માટે ક્રાઉન તૈયાર કરનાર કારીગર અઝગરભાઈ પણ આ વાતથી પ્રફુલ્લિત થઇ જાય છે કે તેમની બનાવેલી જવેલરી પસંદ પડી રહી છે. અઝગરભાઈએ જણાવ્યું હતું કે તેઓ ધોરણ-8 સુધી ભણ્યાં છે. અગાઉ કાપડના ધંધામાં કામ કરતા હતાં પણ જામ્યું નહીં તો તેઓ જ્વેલરી મેકિંગમાં આવ્યાં. તેમનું કહેવું છે તે તેઓ જ્યાં કામ કરે છે તે કંપની સારી છે અને જમવા માટે પણ આપે છે. અગાઉ પરિસ્થિતિ સારી નહોતી, પિતા અવસાન પામ્યાં હતાં હાલ માતા, પત્ની અને બાળકો છે, અહીંથી જે પણ કમાય છે તે તેમને આપું છું. અઝગરભાઈ સુરતમાં સોનાચાંદીના મુગટ બનાવે છે, તેમના બનાવેલા મુગટ ઇટાલીમાં જાય છે. તેઓના કામની ગુણવત્તાને લઇને વિદેશમાં તેમની જ્વેલરી જાય છે. તેઓ પોતાના અનુભવથી કહે છે કે કામ સ્પષ્ટ નહીં હોય તો ક્યારેય પણ કોઈપણ જગ્યાએ કામ કરી શકાય એમ નથી.

Shining Gems of Surat jewelry industry

આ પણ વાંચો : અઝગરભાઈ બનાવે છે એવો હીરાનો હાર કે વિદેશની મહિલાઓ પણ તેને પહેરવા છે ઉત્સુક

દાગીના ઘડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે

ખેતમજૂરી કરનાર અને ધોરણ 10થી પણ ઓછું ભણનાર કારીગરો દ્વારા બનાવાતી જ્વેલરીની કિંમત લાખો કરોડોમાં પહોંચે અને પરદેશમાં પણ પસંદ થાય કે દેશમાં બોલીવૂડમાં પહેરાય તેવું શ્રેષ્ઠ કક્ષાનું કામ (Shining Gems of Surat jewelry industry ) કઇ રીતે બને છે? સ્વાભાવિક જ શ્રેષ્ઠતા હંમેશા કેળવવી પડતી હોય છે એ ન્યાયે આ કારીગરોને પણ જ્વેલરી મેકિંગની ટ્રેનિંગ (Jewelry Making Training) કારણભૂત બને છે. કારીગરોને કઈ રીતે ટ્રેઈન કરવામાં આવે છે તે અંગેની માહિતી આપતાં ગુરુકૃપા એક્સપોર્ટ કંપનીના માલિક અંકિત રામાણીએ જણાવ્યું હતું કે તેઓનો પોતાનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. કારીગરોને ટ્રેનિંગની સાથે રોજગાર પણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં આ લોકો શૈક્ષણિક ડિગ્રી ધરાવતા નથી હોતાં. આ લોકો ગામડાંઓમાંથી આવે છે અને અહીં સુરતમાં આવીને ટ્રેનિંગ મેળવતાં હોય છે. આ કારીગરોને 4થી 6 મહિના સુધી જ્લેવરી ડિઝાઇનિંગ-મેકિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યારે તેઓ ટ્રેનિંગ મેળવી લે છે ત્યારે અમે તેમને રોજગારી (Employment in the jewelery market of Surat) આપતાં હોઈએ છીએ. મોટાભાગે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારમાંથી આ લોકો આવે છે જેમને અમે ટ્રેનિંગ આપીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.