ETV Bharat / city

Sexual Harassment Case: શિક્ષક જ બન્યો ભક્ષક, ભાજપના શાસકો 3 મહિના સુધી બની રહ્યા મુકપ્રેક્ષક

author img

By

Published : Jul 19, 2022, 10:56 AM IST

સુરતમાં એક શાળાના આચાર્યની સામે વિદ્યાર્થીના યૌન શોષણ (Surat Sexual Abuse) પ્રકરણને લઈને મામલો અતિ ગંભીર બનવા જઈ રહી રહ્યો છે. આ આચાર્ય પર આરોપ છે કે, તેવો ચારથી પાંચ બાળકને નિર્વસ્ત્ર કરી જાતીય સતામણી (Sexual Harassment Case in Surat) કરી છે. તેમજ યૌનશોષણની વીડિયો ક્લિપિંગ ફરતી થયા બાદ ઘટના અતિ ગંભીર બનતાં પોલીસ ફરિયાદ સામે આવી છે.

Sexual Harassment Case: શિક્ષક જ બન્યો ભક્ષક, ભાજપના શાસકો 3 મહિના સુધી બની રહ્યા મુકપ્રેક્ષક
Sexual Harassment Case: શિક્ષક જ બન્યો ભક્ષક, ભાજપના શાસકો 3 મહિના સુધી બની રહ્યા મુકપ્રેક્ષક

સુરત : શહેરના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણ પ્રકરણમાં (Sexual Abuse in Elementary School) શાળાના આચાર્યની નિશાંત વ્યાસ વિરૂધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. આરોપ છે કે, આરોપી આચાર્યએ માત્ર એક વિદ્યાર્થી (Sexual Harassment Case in Surat) નહિ પરંતુ ચારથી પાંચ બાળકને આવી જ રીતે નિર્વસ્ત્ર કરી જાતીય સતામણી કરી છે.

શું હતી ઘટના - પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 300ના બાળકોના યૌન શોષણની (Surat Sexual Abuse) વીડિયો ક્લિપિંગ ફરતી થયા બાદ આ અતિ ગંભીર ઘટનામાં આરોપી આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. આ શરમજનક કૃત્ય કરી પ્રતિષ્ઠિત શિક્ષકના પદની ગરિમાને શરમાવનાર આચાર્યના કૃત્યને પરોક્ષ રીતે દબાવી દેવાના આશયથી શાસનાધિકારીએ સપ્તાહ પૂર્વે બદલી કરી સમગ્ર ઘટના પર પડદો નાખી દેવાનો ખેલ ખેલ્યો હતો. જોકે, મીડિયામાં આ ગંભીર ઘટના અંગે સમાચારો પ્રકાશિત થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી પેનડ્રાઇવ હોવા છતાં મુક પ્રેક્ષક બની રહેલી ભાજપ શાસકો પણ સક્રિય થયા અને આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : Sexual Harassment Case : ફરિયાદ નોંધવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા

આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા - ગતરોજ મનપા કમિશનરની સૂચનાથી છેલ્લાં ત્રણ મહિનાથી વાલીઓ દ્વારા પેનડ્રાઇવ રજૂ કરી થઇ રહેલી રજૂઆત છતાં કોઈ પગલાં ન લેનાર શાસનાધિકારી વિમલ દેસાઇને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. તે પૂર્વે અડાજણની શાળામાં બદલી કરાયેલા આ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મનપા તંત્ર તથા શાસકો પર આ ગંભીર ઘટનામાં તાત્કાલિક એક્શન લેવાના વધતા જતા દબાણ કારણે આખરે પોલીસ (Sexual Exploitation Principal in Surat) ફરિયાદ કરવામાં આવી. શિક્ષણ સમિતિ દ્વારા પુણા પોલીસ મથક ખાતે શાળા ક્રમાંક નં. 300માં માસૂમ બાળકો સાથે શ૨મજનક કૃત્ય ક૨ના૨ આચાર્ય વ્યાસ સામે પોલીસ કાર્યવાહી માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાનમાં પુણા પોલીસ દ્વારા વીડિયો ક્લિપમાં દેખાતા બાળકને આઇડેન્ટિફાઇડ કરી શિક્ષણ સમિતિના અધિકારીઓની મદદથી પહોંચવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : Sexual harassment case: જામનગરમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ યૌન શોષણ પીડિતાઓની મુલાકાત લીધી, કમિટી નહિ ફરિયાદ નોંધવા માંગ કરી

આચાર્યના અન્ય સાથીઓ શરમજનક ઘટનામાં શામેલ - આચાર્યએ શાળામાં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીને નિવસ્ત્ર કરી જાતીય સતામણી કરી હતી. પ્રિન્સિપાલના કહેવાથી અન્ય વિદ્યાર્થીઓ મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે નિર્વસ્ત્ર વિદ્યાર્થી કપડા માટે આજીજી કરી રહ્યો છે. ભોગ બનેલા બે વિદ્યાર્થીઓ તેમજ તેમના બે વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. બે બાળકો તેમજ વાલીઓને ફરિયાદ કરવા માટે આગળ આવ્યા બાદ આગામી દિવસોમાં અન્ય ભોગ બનેલા બાળકો-વાલીઓ પણ સામે આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં, શાળાના અન્ય સ્ટાફ કે આચાર્યના અન્ય સાથીઓ પણ આ શરમજનક ઘટનામાં સાથે (Complaint Against Principal of Surat School) હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.