- સુરતમાં ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખી ફાયર વિભાગની તવાઈ
- શહેરની હોસ્પિટલ, સ્કૂલ તથા એકતા ટેક્સટાઈલ સીલ
- સતત પાંચમા દિવસે ફાયર વિભાગની સીલની કામગીરી યથાવત
સુરતઃ શેહરના ફાયર વિભાગે સતત પાંચમા દિવસે સીલની કામગીરી યથાવત રાખી હતી. ફાયર વિભાગે આજે વધુ 1 હોસ્પિટલ, 2 સ્કૂલ અને ટેક્સટાઈલ માર્કેટની એકતા ટેક્સટાઈલને સીલ કરી હતી.
આ પણ વાંચો- સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત
શહેર ફાયર વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી શહેરમાં આવેલી જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તે હોસ્પિટલને સીલ કરવામાં આવી રહી છે. જોકે, આ હોસ્પિટલોને 2થી 3 વાર ફાયર સેફટી અંગે નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં આ હોસ્પિટલ દ્વારા નોટિસની અવગણના કરવામાં આવી છે. આથી શહેર ફાયર વિભાગ દ્વારા આ હોસ્પિટલોને સીલની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- સુરતમાં સતત બીજા દિવસે પણ ફાયર વિભાગે સીલની કામગીરી રાખી યથાવત્
અઠવા, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં ફાયર વિભાગની કાર્યવાહી
ફાયર વિભાગે આજે વહેલી સવારે અઠવા, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અઠવા ઝોનમાં આવેલ ગંગા હાઉસ નોર્થ ઝોનમાં આવેલી નમ્રતા હોસ્પિટલને પણ સીલ મારવામાં આવી છે અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ બે સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે. જ્યારે રિંગ રોડ ખાતે આવેલી એકતા ટેક્સ્ટાઈલ માર્કેટના 102 જેટલી દુકાનોને સીલ કરાઈ છે. આ હોસ્પિટલ સ્કૂલ અને માર્કેટને શહેર ફાયર વિભાગ દ્વારા 1થી 2 વાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના લઈને કોઈ પણ કામ કરવામાં આવી નથી.
પાંચ દિવસમાં 56 હોસ્પિટલ સીલ
શહેર ફાયર વિભાગ 25 એપ્રિલે શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા આશુતોષ પરમ ડોક્ટર હાઉસમાં આગ લાગ્યા બાદ હરકતમાં આવી છે. શહેર ફાયર વિભાગ ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ, દર અઠવાડિયે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં મોકડ્રિલ તથા જે હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હોય તે હોસ્પિટલની ચકાસણી કર્યા બાદ ફાયર સેફ્ટીનો અભાવ ગણાઈ તેવી 56 હોસ્પિટલ્સને સીલ મારવામાં આવી છે.