- ગ્રેડિંગ સર્ટિફિકેટમાં ચેડા ન થાય આ માટે હવે સાત સંસ્થાઓ મળીને નિયમો તૈયાર કરશે
- હીરાના સર્ટિફિકેટ સાથે ચેડા થશે તે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે
- તારીખ 1 ડિસેમ્બર 2021થી આ નિયમ અમલમાં આવશે
સુરત: હીરાના સર્ટિફિકેટ સાથે થનારા ચેડાને (Tampering with diamond certificate) અટકાવવા માટે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા દેશ અને વિશ્વની અલગ અલગ 7 સંસ્થાઓ સાથે મળી નિયમો (New rules of GJEPC) તૈયાર કરી રહી છે. જે તારીખ 1 ડિસેમ્બરથી નિયમો અમલી બનશે. ગત ઓગસ્ટમાં સુરતમાંથી સર્ટીફિકેટના આધારે હલકી ગુણવત્તાના હીરા વેચવાનું કૌંભાડ પકડાયું હતું. ગ્રેડિંગ સર્ટીફિકેટ સાથે છેડછાડ અટકાવવા જેમોલોજીકલ લેબોરેટરીમાં મોકલાશે. હીરાના સર્ટીફિકેટ સાથે ચેડા અટકાવવા માટે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા દેશ અને વિશ્વની 7 સંસ્થાઓ એક સાથે આવી છે. આ સાત સંસ્થાઓ મળી હીરાના સર્ટિફિકેટ સાથે ચેડા ન થાય આ માત્ર નિયમો તૈયાર કરી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા
નવા નિયમો બહાર પાડવામાં આવશે
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના (GJEPC) ગુજરાત ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ગ્રેડિંગ સર્ટીફિકેટ સાથે છેડછાડ અટકાવવા માટે નવા નિયમો (New rules of GJEPC) બહાર પાડવામાં આવશે. અગાઉ સિન્થેટિક ડાયમંડ પ્રકરણમાં પણ આવી રીતે નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. જેમોલોજીકલ લેબોરેટરીઓના સહયોગથી GJEPC દ્વારા સર્ટીફિકેશન માટેના નવા નિયમો ઘડવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. હીરાના સર્ટિફિકેટ સાથે ચેડા (Tampering with diamond certificate) થશે તે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. BDB અને GJEPCના બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.