- 4 યુવાનોએ સાથે મળી હેલપિંગ હેન્ડ રોબોટ તૈયાર કર્યો
- હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સને મદદરૂપ થશે
- રોબોટ હૉસ્પિટલ સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે
સુરત : હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, નર્સ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ ખડેપગે દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે કામરેજ તાલુકાના સેવાણી ગામના યુવાનોએ રોબોટ બનાવ્યો છે. જેનું નામ હેલપિંગ હેન્ડ રાખવામાં રાખવામાં આવ્યું છે. આ રોબોટની ખાસિયત એ છે કે, સ્ટાફે રૂબરૂ દર્દીઓ પાસે જવાની ઝંઝટ નહીં રહે તેઓ આ રોબોટના માધ્યમથી કામ કરી શકે છે.
- કોરોના વોરિયર્સની હાલત ખરાબ
જીવના જોખમે પી.પી.ઇ. કીટ પહેરીને કોરોના વોર્ડમાં કામ કરતાં આ વોરિયર્સની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. ત્યારે તેમની મદદ માટે કામરેજ તાલુકાનાં સેવણી ગામના યુવાનોએ એક રોબોટનું નિર્માણ કર્યું છે.
- રોબોટ હોસ્પિટલ સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી
સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉમરાખ એન્જિનિયરીંગ કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓએ કોરોનામાં કામ કરતા નર્સ અને તબીબો માટે આ ખાસ સંશોધન કર્યું છે. આ રોબોટનું નામ હેલપીંગ હેન્ડ રાખવામાં આવ્યું છે. નામ મુજબ જ કામ કરતો આ રોબોટ હોસ્પિટલ સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.
- વીડિયો કોન્ફરેંસના માધ્યમથી દર્દીઓ ઉપર દેખરેખ
રોબોટ બનાવનાર ટીમના સભ્ય વૃતાંત પાટિલે જણાવ્યુ હતું કે, સંપૂર્ણ બેટરી ઉપર ચાલતો આ રોબોટો બે થી અઢી સપ્તાહમાં બનાવી દેવાયું હતું. ટેક્નોલોજીની વાત કરીએ તો બને એટલું નર્સ સંક્રમણમાં નહીં આવે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં તબીબ અને નર્સ વિડીયો કોન્ફરેંસના માધ્યમથી દર્દીઓ ઉપર દેખરેખ રાખી શકે છે.
- રોબોટને સ્માર્ટફોન સાથે એટેચ કરવામાં આવ્યો
જેને માટે રોબોટને સ્માર્ટફોન સાથે એટેચ કરવામાં આવ્યો છે. રોબોટની સાથે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.રોબોટ મારફત નર્સ દર્દી સુધી દવા તેમજ જમવાનું પણ મોકલી શકે છે .ચાર યુવાનોએ સાથે મળી હેલપિંગ હેન્ડ રોબોટ તૈયાર કર્યો હતો. પાટિલે વધુમાં જણાવ્યું કે, સૌપ્રથમ આર.ડી.એચ નામની એક સ્પર્ધા યોજાઈ હતી. તેમાં ટોચની 10માં આ ડિઝાઇન પાસ થઇ હતી. ત્યાર બાદ યુવાનોએ આ પ્રકારનો રોબોટ બનાવવાનું મન બનાવ્યું હતું.
- કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં રોબોટ મૂકવામાં આવશે
સુરતની સ્મીમેર અને માંડવી હોસ્પિટલમાં પણ આ રોબોટ સેવા આપી રહ્યા છે. સૌપ્રથમ યુવકો દ્વારા બે રોબોટ સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે જિલ્લાની માંડવી સરકારી હોસ્પિટલ અને હવે બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલમાં પણ એક રોબોટ મુકવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં જિલ્લામાં કોરોનાની સારવાર કરતી અન્ય હોસ્પિટલોમાં પણ રોબોટ મૂકવામાં આવનાર હોવાનું યુવકોએ જણાવ્યુ હતું.