ETV Bharat / city

સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હવે રોબોર્ટ દવા આપશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને સારવાર સોના 1.5 અને સોના 2.5 રોબોટિક નર્સ તરીકે કામ કરશે. હવે રોબોટિક નર્સ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને દવા આપશે. કોરોના દર્દીઓની સારવાર કરતા તબીબો સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં હવે કોવિડ વોર્ડમાં 3 રોબોટિક નર્સ મુકવામાં આવી છે. ફૂલ્લી ઓટોમેટિક રોબોટિક નર્સ દર્દીઓને દવા સહિત અન્ય જીવન જરૂરી વસ્તુઓ કોવિડ વોર્ડમાં આપી શકશે...

Surat Schmeier Hospital
Surat Schmeier Hospital
author img

By

Published : Aug 7, 2020, 10:33 PM IST

સુરત: મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે સોના 1.5 અને સોના 2.5 નામના રોબોર્ટને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. રોબોર્ટના હાથમાં ટ્રેમાં દવાઓ મૂકવામાં આવી હતી. માનવની જેમ હોસ્પિટલમાં ફરનારા આ રોબોર્ટને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

સુરતમાં અનલોક-1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા તબીબો અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઇ રહ્યો છે. જેમાં તબીબોના મોત પણ થયા છે. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 3 રોબોટિક નર્સ મુકવામાં આવ્યા છે. એલ એન્ડ ટી(L&T) કંપની દ્વારા સુરત મહાનગરપાલિકાને 3 રોબોટિક નર્સ આપવામાં આવ્યા છે. આ રોબોટિક નર્સ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યા છે. જે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે.

સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હવે રોબોર્ટ દવા આપશે

2 રોબર્ટ દર્દીઓને દવાઓ આપશે જ્યારે ત્રીજો રોબર્ટ કોવિડ હોસ્પિટલમાં કાર્યરત મેડિકલ સ્ટાફની અટેન્ડન્સ લેશે. આ અંગે સુરતના મેયર ડૉ. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ રોબોટિક નર્સ એક એપ્લીકેશનથી ચાલશે તેમજ દર્દીઓને દવા સહિત અન્ય જીવન જરૂરી વસ્તુઓ આપશે.

આ રોબોટિક નર્સ દર્દીઓના બેડ સુધી જઈને દર્દીઓને સુવિધા આપી શકશે. કંપનીના ટેકનિકલ વિભાગના અધિકારી ભુપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઈન વોરિયર માટે આ એક ટેકનિકલ મિત્ર તરીકે કામ કરશે. જેને ઓપરેટ કરવો ખુબ જ સરળ છે. આ માનવની જેમ જ કાર્ય કરવા માટે સક્ષમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.