- ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અગાઉ GST ટેકસ સ્લેબ અનુક્રમે 18, 12, 5 ટકા હતો
- વિવિંગ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
- ફોગવાએ પીએમ મોદી અને ઓડિસાના મુખ્યપ્રધાનને પણ પત્ર લખી કરી રજુઆત
સુરત: કેન્દ્રીય કોમર્સ મંત્રાલય (Ministry of Finance, Government of India) દ્વારા કાપડ ઉદ્યોગ માટે GSTના દર 5થી વધારીને 12 ટકા કર્યા છે. સીધો 7 ટકાનો વધારો થતાં તમામ વીવિંગ સંગઠનોએ આ ફેરફારને આત્મઘાતી પગલું ગણાવ્યું હતું. જો સરકાર દ્વારા GST દર પૂર્વવત નહીં કરવામાં આવે તો વિવિંગ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાથે શહેરના 25 વિવિંગ સંગઠન GST મુદ્દે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના કોમર્મ મંત્રાલયને રજૂઆત કરી છે. આ ઉદ્યોગમાં મોટા ભાગે ઓડિસા કારીગરો રોજગાર મેળવે છે આ જ કારણ છે કે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન (FOGWA)એ ઓડિસાના મુખ્યપ્રધાન નવીન પટનાયકને પણ પત્ર લખી રજુઆત કરી છે.
સુરતનો તમામ વિવર્સ એસોસિએશન વિરોધ નોંધાવશે
ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તા.18 નવેમ્બર, 2021ના રોજ નોટિફિકેશન નં. 14/2021 સેન્ટ્રલ ટેકસ (ટેકસ રેટ) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી (Surat textile industry)ની વેલ્યુ ચેઇનના GST ટેકસ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અગાઉ GST (GST hike on textile ) ટેકસ સ્લેબ અનુક્રમે 18, 12, 5 ટકા એમ હતો. જેમાં ફેરફાર કરીને GST ટેકસ સ્લેબ અનુક્રમે 18, અને 12 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે કાપડ અને ગારમેન્ટ ઉપર અગાઉ જે 5 ટકા GST દર હતો તેને કેન્દ્ર સરકાર દ્વારા વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. ઉદ્યોગમાં આ મુદ્દે વિરોધનો સુર ઉઠ્યો છે. સુરતનો તમામ વિવર્સ એસોસિએશન વિરોધ નોંધાવશે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે આ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં ઓડિસાના કારીગરો રોજગાર મેળવતા હોય છે, જેથી ઓડિસાના મુખ્યપ્રધાન નવોન પટનાયકને પણ પત્ર લખી ઉદ્યોગને તગાય રાહરલી સમસ્યા અંગે જાણકારી આપવામાં આવી છે.
સરકારના આ પગલાને વખોડ્યું
આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, સરકારે આ પગલું ભરતાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું છે. આ બાબતે અમે 25 વિવિંગ સંગઠનોના આગેવાનો મળ્યા હતાં અને સરકારના આ પગલાને વખોડ્યું હતું. સરકાર દ્વારા આ નિર્ણય પરત લેવામાં આવશે નહીં તો પહેલા ગાંધી ચીંધ્યા માર્ગે અને ત્યારબાદ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચો: સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત
આ પણ વાંચો: પૂંઠાનું છૂટક કામ કરનાર ગરીબ મહિલાને સેંટ્રલ GST વિભાગે 1.5 કરોડની વસૂલાત નોટિસ મોકલી