સુરત માંગરોળ તાલુકાના પાનસરા ગામે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. શિક્ષિકાની શાળામાં ગેર વર્તણુકને લઈ બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ શિક્ષણ કાર્ય ધુણતા હોવાના ગ્રામજનોના આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મોકલવાનો ગ્રામજનોનો નિર્ણય કર્યો છે. અધિકારી જણાવી રહ્યા છે. મહિલા શિક્ષિકા માનસિક અસ્વસ્થ છે અને તેમની આ બાબતે સારવાર પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાચો ભારે વરસાદના કારણે ગાડી પાણીમાં ફસાઇ, જૂઓ વીડિયો
ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષિકા ચાલુ શિક્ષણ દરમિયાન અચાનક ધુણવા લાગ્યા હતા. જ્યાં ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી અને શાળાની બહાર નીકળી ગયા હતા. મળતી માહીતિ મુજબ શિક્ષકાનું છેલ્લા ધણા સમયથી આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. જેને લઈ ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. ગ્રામજનો અને વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈ વારંવાર શાળામાં આવી હરકતો કરે છે.
આ પણ વાંચો 24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ
આચાર્ય ખુદ શિક્ષિકાની હરકતોથી હેરાન શાળાના આચાર્ય ખુદ પણ શિક્ષિકાની આવી હરકતોથી હેરાન છે. શિક્ષિકા ક્યારેક ધુણવા માંડે છે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાખે છે ક્યારે તો ગામના ઘરોમાં પણ કંકુનો છનટકાવ કરી આવે છે. એકવાર તો શિક્ષિકા આખા ગામમાં કચરો વારીને સફાઈ પણ કરી આવ્યા હોવાનું આચાર્ય જણાવી રહ્યા છે. જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટનાને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી અને જેમ બને એમ જલ્દી સમસ્યાનું નિરાકાર લાવવા જણાવ્યું હતું. Superstitions in Gujarat, Superstitions in Surat, Teacher superstition in Pansara village, primary school teacher Superstitions