સુરત: એક ખેડૂતને ત્યાંથી ATS અને વન વિભાગે 548 કિલો લાલ ચંદન (Red sandalwood In Surat) જપ્ત કર્યું છે. સાઉથની ફિલ્મ પુષ્પરાજની જેમ ખેડૂત લાલ ચંદન (Red Sandalwood Smuggling In Surat) વેચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ATSના હાથે 3 આરોપી ઝડપાઈ ગયા હતાં. સુરત વન વિભાગ (Forest department surat) અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન સુરતના પૂણા કુંભારિયા ગામ વિસ્તાર (surat kumbharia village)માં હાથ ધરવામાં આવ્યું હતું.
548 કિલોથી પણ વધુ લાલ ચંદન જપ્ત
ATSને જાણકારી મળી હતી કે, પુણા કુંભારિયા વિસ્તારના એક મકાનમાં લાલચંદન વેચવા માટે ખેડૂતે મૂક્યા છે. ATSની ટીમે સુરત SOG અને વનવિભાગની સાથે મળી દરોડા (ATS Raid In Kumbharia Surat) પાડ્યા હતા અને 548 કિલોથી પણ વધુ લાલ ચંદન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ધીરુ આહીર, વીનું ગોલ્ડન, પ્રવીણ સહિત 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રહેઠાણ વિસ્તારમાં લાલ ચંદન આટલી મોટી સંખ્યામાં મળી આવતા સ્થાનિકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતાં.
ઘરના આગળના ભાગમાંથી મળી આવ્યા ચંદનના લાકડા
વન વિભાગ સુરતના RFO નીતિન વરમોરાએ જણાવ્યું હતું કે, ATSને માહિતી મળી હતી કે સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં એક ઈસમના ઘરે રક્ત ચંદનના લાકડા પડ્યા છે. ATS અને વન વિભાગના સંયુક્ત ઓપરેશન (ATS And Forest Department Surat Operation)માં ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ઘરના આગળના ભાગમાં ચંદનના લાકડા મળી આવ્યા હતાં. ઘરના માલિક ઘરની બહાર હતાં જેથી તેમને પૂછપરછ માટે અહીં લાવવામાં આવ્યા હતાં.
પ્રતિ કિલો 1600ના ભાવે ચંદનના લાકડા વેચવાનો હતો
ખેડૂતે જણાવ્યું હતું કે, તેના પરિચિતના ફાર્મ પર ચંદનના વૃક્ષ (Red Sandalwood Trees In Surat) હતા, જ્યાંથી આ લાકડું ચોરતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતે ત્યાંથી લાકડા લઇને પોતાના ઘરે મૂકી દીધા હતા. ત્યારબાદ ATSને માહિતી મળી હતી અને અમે સંયુક્ત ઓપરેશન હેઠળ અહીં આવ્યા હતા. અમે પૂછપરછ પણ કરી છે કે, આ માલ ક્યાં વહેંચવાનો હતો. ખેડૂત આ લાકડા પ્રતિ કિલો 700 રૂપિયામાં લઈ 1600 રૂપિયામાં વેચવાનો હતો. ખેડૂત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ આ ત્રણેય આરોપીઓની SOG પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીની જો કડક પૂછપરછ કરાશે તો મસમોટું રેકેટ બહાર આવશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.