- SMC દ્વારા શહેરની 800થી વધુ સ્કૂલોમાં RT-PCR ટેસ્ટિંગ
- ધન્વંતરી રથ દ્વારા વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ ચાલુ
- કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ
સુરત: રાજ્ય સરકારના આદેશ મુજબ હવે રાજ્યમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ખૂલી ગઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ થઈ ગયુ છે. તેજ રીતે આજે બુધવારે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ધન્વંતરી રથ દ્વારા શહેરમાં આવેલી વિવિધ સ્કૂલોમાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કોરોનાની ત્રીજી લહેરને માત આપી શકે તે માટે પેહલાથી જ રાજ્ય સરકાર તથા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
SMC દ્વારા શહેરની 800થી વધુ સ્કૂલોમાં RT-PCR ટેસ્ટિંગ
રાજ્ય સરકારના આદેશ મુજબ આજે મંગળવારથી વિવિધ શહેરોમાં આવેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેજ રીતે સુરતમાં નાની મોટી કુલ 800થી વધી સ્કૂલોમાં ઘોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ધન્વંતરી રથ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી સ્કુલોમાં રેપિડ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પોઝિટિવ જણાશે તો તેને તુરંત સુરત મહાનગરપાલિકાની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવશે. સ્કૂલ દ્વારા જે-તે ધોરણના વિદ્યાર્થીઓનો ક્લાસ 15 દિવસ માટે બંધ કરવામાં આવશે.
કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક રજા આપવામાં આવશે
શાળાના શિક્ષકે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું છે કે, આજે ધન્વંતરી રથ બોલાવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના માધ્યમથી વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ માટે બોલવામાં આવ્યો છે. આ ટેસ્ટ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો અમારી પાસે પણ કિટ છે. સુરત સિવિલ હોસ્પિટલની જે પણ સિવિલ કોવિડની સુવિધા હશે. તે રીતે અમે તેનું પાલન કરીશું. વધુમાં અમારા દ્વારા સ્કૂલમાં રાજ્ય સરકાર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડને લઈને જે ગાઈડલાઇન આપવામાં આવી છે. તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાઈ
કોવિડની ગાઈડલાઈનનું પાલન જરુરી
સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજીયાત તથા વિદ્યાર્થીઓ દ્વારા ભીડ થતી અટકાવવી જો કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક રજા આપી દેવામાં આવશે. અમારી પાસે ઓનલાઇન શિક્ષણ પણ ચાલી રહ્યું છે. તે દ્વારા અમે ઓનલાઇન કલાસ કરાવીશું. હવે રાજ્યમાં શિક્ષણ સારું થઇ ગયું છે, તો અમારી પણ જવાબદારી છે કે, શાળાઓમાં રાજ્ય સરકારની કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું.