ETV Bharat / city

પુષ્ય નક્ષત્ર: કોરોના કાળમાં આર્થિક મંદી વચ્ચે ખરીદી જામી - સુરતના વેપારીઓ

આજે શનિવારે પુષ્ય નક્ષત્ર છે અને માનવામાં આવે છે કે આ દિવસે સોના-ચાંદીના ઘરેણાની ખરીદી કરવાથી વર્ષ શુભ જાય, પરંતુ કોરોના કાળમાં આર્થિક મંદી અને સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે લોકો શુક્ન માટે ખરીદી કરી રહ્યા છે. શુભ મુહૂર્તમાં લોકો જ્વેલર્સના ત્યાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

પુષ્ય નક્ષત્ર: કોરોના કાળમાં આર્થિક મંદી વચ્ચે ખરીદી જામી

author img

By

Published : Nov 7, 2020, 3:58 PM IST

  • ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી
  • લોકોએ સોના અને ચાંદીની ખરીદી કરી
  • આ વર્ષ 150 ટકા વધારો જોવા મળ્યો

સુરતઃ શહેરમાં આ વર્ષ કોરોનાને કારણે લોકોને માર સહન કરવો પડ્યો છે, જ્યારે હાલ દિવાળીના તહેવાર નિમિત્તે લોકો સોના અને ચાંદીની ખરીદી કરતા જોવા મળે છે,અને ખાસ કરીને જ્યારે પુષ્ય નક્ષત્રમાં લોકો સોના અને ચાંદીની વધારે ખરીદી કરે છે, ત્યારે આ વર્ષે કોરોનાનો માર વેપારીઓને નડ્યો છે, ત્યારે આ વર્ષનો એવો પહેલો તહેવાર છે જેમાં વેપારીઓનો તહેવારમાં મંદી જોવા મળી નથી.

પુષ્ય નક્ષત્ર: કોરોના કાળમાં આર્થિક મંદી વચ્ચે ખરીદી જામી

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 150 ટકાનો વધારો

આ અંગે જ્વેલર્સ મિલન શાહે જણાવ્યું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી છે. સોના-ચાંદીની ખરીદીને બે રીતે જોવામાં આવે છે. એક ગ્રામ અને બીજો રૂપિયા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ખરીદી છે, જ્યારે રૂપિયાની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 150 ટકાનો વધારો થયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી આ વર્ષે મજૂરી અને અન્ય બાબતોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જેથી લોકો ખરીદી કરી શકે.

સોનું-ચાંદી ખરીદવાનું એક મહત્વ

પુષ્ય નક્ષત્ર પર ખરીદી કરવા આવેલ જાહ્નવી મોદીએ જણાવ્યું કે, આજના દિવસ પ્રમાણે કંઈ પણ સોનું-ચાંદી ખરીદવાનો એક મહત્વ હોય છે. જેથી શુભતા મળે છે અને અહીં કલેક્શન પણ સારું છે, તે જોઇને આનંદ થઈ રહ્યો છે. આશા તો એ છે કે, આગળનું આખું વર્ષ સારું જાય અને કોરોના દૂર થાય અને સુરતીઓ ફરીથી હર્ષોઉલ્લાસમાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.