સુરતઃ શહેરના પીપલોદ વિસ્તારમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફાઉન્ડેશન દ્વારા ચાઈનાની કંપનીના 5 TV પણ ફોડવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીર પરથી વાહનો પસાર કરવામાં આવ્યાં હતા.
આ અંગે દિશા ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચીની સૈનિકોએ કાયરતાભરી કરતુત કરી છે. જેને દેશના નાગરિકો વખોડે છે. આ સાથે જ ચીનના આ કૃત્ય સામે દિશા ફાઉન્ડેશન ચીનની તમામ પ્રોડક્ટનો આજથી બહિષ્કાર કરે છે અને શહેર તેમજ દેશની જનતાને પણ ચીની પ્રોડક્ટ નહીં ખરીદવા આહ્વાન કરે છે.