- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખી સરાહના કરી
- લોકડાઉનમાં સુરતના પાર્થ ગાંધીએ વડાપ્રધાનનો સ્કેચ બનાવ્યો હતો
- પાર્થના પિતા મેહુલ ગાંધી લુમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના ધોરણ 9ના વિદ્યાર્થી પાર્થ ગાંધીની પ્રશંસા કરતો પત્ર મોકલ્યો છે. સુરતના આ બાળકે પીએમ મોદીનો સ્કેચ બનાવી તેમને મોકલાવ્યો હતો. જેની વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી છે. પાર્થના પિતા મેહુલ ગાંધી સુરતમાં લુમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
''તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મૂકવાની અદભૂત ક્ષમતા છે''
આ પત્રમાં વડાપ્રધાને પાર્થને પ્રોત્સાહન આપતા લખ્યું છે કે, ''તમારી પ્રતિભા તમારામાં વસ્તુઓનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરવાની ક્ષમતા દર્શાવે છે, તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મૂકવાની અદભૂત ક્ષમતા છે. નાની ઉંમરથી જ તમારામાં સ્કેચિંગની ઝીણવટપૂર્ણ સમજ હોવી તે વખાણવા યોગ્ય છે.''