- સુરતમાં વાલી મંડળ દ્વારા પ્રિ સ્કૂલ ચાલું કરવા માટેની માગ
- કોરોનાના કેસમાં ઘટાડો થતાં શાળા અને કોલેજ શરૂ
- કલેક્ટરને પ્રિ.સ્કૂલ ચાલું કરવા માટે રજૂઆત કરવામાં આવી
સુરતઃ કોરોના મહામારીને કારણે આખા વિશ્વમાં જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી અને હવે જેમ જેમ ધીરે ધીરે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં શાળા અને કોલેજ શરૂ થઇ ગઇ છે, ત્યારે પ્રિ.સ્કૂલના સંચાલકો અને વાલી મંડળ દ્વારા પણ આજ રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને અને કલેક્ટરને પ્રિ.સ્કૂલ ચાલું કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પ્રિ.સ્કૂલના સંચાલકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, બાળકો માટે ઓનલાઇન શિક્ષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
બાળકોને ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ તકલીફ પડી રહી છે.
સુરત પ્રિ.સ્કૂલના સંચાલકો અને વાલી મંડળ દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને એમ રજૂઆત કરવામાં આવી કે નાના બાળકોને શિક્ષણમાં ભણવામાં ખૂબ જ તકલીફો પડી રહી છે. તેમના કેહવા પ્રમાણે 3 થી 6 વર્ષ સુધીના બાળકોને ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ તકલીફો પડી રહી છે અને આ મોબાઈલને કારણે બાળકોના આંખો પર અસર થઈ શકે છે. જે બાળકો માટે હાનિકારક છે.
પ્રિ.સ્કૂલમાં જ્ઞાનની સાથે બાળકોની સલામતી
સુરત શહેરમાં ઘણા વાલીઓ એવા છે કે, જેઓ પોતાના બાળકને સ્કૂલમાં મૂકી જતા હોય જ્યાં તેમની સલામતી અને સુરક્ષિત મેહસૂશ કરતા હોય છે અને હવે તો તમામ વાલીઓના નોકરીઓ ચાલુ થઈ ગઈ છે, ત્યારે આ સમયે પોતાના બાળકને ક્યાં મૂકવું તે ખબર નથી પડતી અને જો પ્રિ. સ્કૂલ શરૂ થઇ જાય તો ઠીક અને આ પ્રિ.સ્કૂલો પણ ઘરની આજુબાજુ જ આવેલી હોય છે અને પ્રિ.સ્કૂલમાં મૂકવાથી બાળકોને જ્ઞાનની સાથે સારું શિક્ષણ પણ મળી રહે છે અને ત્યાંનું વાતાવરણ પણ ખુબ જ સરસ હોય છે
પ્રિ.સ્કૂલના શિક્ષકો બેરોજગાર બન્યા
સુરતમાં કુલ 250થી વધારે પ્રિ.સ્કૂલો છે અને તેમાં 4,000થી વધારે સંચાલકો છે. આ પ્રિ.સ્કૂલો કોરોનાના કારણે બંધ થઇ ગઈ હતી, ત્યારે આ શિક્ષકો અને સંચાલકો બેરોજગાર બન્યા હતા અને કોઈ બીજી જગ્યાએ પણ નોકરી કરી શકતા નથી અને હવે જ્યારે પ્રિ.સ્કૂલો ખુલી જશે, ત્યારે આ સંચાલકોને પણ પોતાની નોકરીઓ મળી જશે.
પ્રિ.સ્કૂલ બંધ હોવાને કારણે મકાનનું ભાડું ચૂકવી શકતા ન હતા
પ્રિ. સ્કૂલના મકાનનું ભાડું પણ તેઓ ચૂકવી શકે તેમ નથી કારણ કે, બાળકો ન આવતા હોવાને કારણે શાળા બંધ રાખવામાં આવી છે. જેથી અન્ય કોઈ આવકના સ્ત્રોત ન હોવાથી પ્રિ. સ્કૂલ શરૂ રાખવા માટે જે મકાન ભાડેથી લીધું છે. તેનું ભાડું પણ ચૂકવી શકે તેવી આર્થિક સ્થિતિમાં નથી