ETV Bharat / city

Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત - કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

કેન્દ્રીય બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિવિધ ઉદ્યોગો દ્વારા પોતાની માંગો કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી રહી છે. જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા પણ કેન્દ્રીય નાણાપ્રધાન અને વડાપ્રધાન સમક્ષ આગામી બજેટ (Pre Budget 2022-23)ને લઇ કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે.

Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

author img

By

Published : Jan 19, 2022, 7:58 PM IST

સુરત: કેન્દ્રીય બજેટ(Pre Budget 2022-23)ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિવિધ ઉદ્યોગો દ્વારા પોતાની માંગો કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી રહી છે. જેમ એન્ડ જવેલરી (diamond jewelery industry) પ્રમોશન કાઉન્સિલ દ્વારા પણ કેન્દ્રીય નાણાપ્રધાન અને વડાપ્રધાન સમક્ષ આગામી બજેટને લઇ કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સમયમાં હીરા જવેરાતના વેપારને સો-મિલિયન સુધી લઈ જઈ શકાય તે માટેની ખાસ ભલામણ કરવામાં આવી છે, જેમાં ડાયમંડનું સરળતાથી માઈનિંગ કંપનીઓ SEZ માં વેચાણ કરી શકે તે માટે ટર્ન ઓવર ટેક્સ અમલમાં મુકવા તેમજ દોઢ વર્ષથી ઓનલાઇન હીરાના ટ્રેડિંગ (Online diamond trading) પર લાગતી બે ટકા ડ્યૂટી મુદ્દે સ્પષ્ટીકરણ આપવા સહિતની ભલામણ કરવામાં આવી છે.

Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

યુનિયન બજેટ 2022-23 પ્રસ્તાવ – જેમ એન્ડ જેવેલરી ઈન્ડસ્ટ્રી

  • સીધા કર – Direct Taxને લગતા પ્રસ્તાવ
  • મુંબઈમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરાની જોગવાઈઓમાં સુધારો
  • ફોરેન માઇનિંગ કંપની (FMC) માટે SNZમાં રફ હીરાના વેચાણ પર ટર્નઓવર લિંક્ડ ટેક્સ રેટ દાખલ કરો. FMC "ટર્નઓવર ટેક્સ" ચૂકવશે જે 0.16% (બેલ્જિયમમાં દર) કરતાં વધુ ન હોય.
  • B2B ઇન્ટરનેશનલ ડાયમંડ ઓક્શન્સ માટે ઓનલાઈન ઇક્વલાઇઝેશન લેવી પર સ્પષ્ટતા
  • ઇ-કોમર્સ ઓપરેટર દ્વારા ભારતમાં રહેતી વ્યક્તિને કરવામાં આવતી ઈકોમર્સ સપ્લાય અથવા સેવાઓમાંથી મળેલી સહમત રકમના 2% ના દરે ઇક્વલાઇઝેશન લેવી વસૂલવામાં આવે છે.
  • ડાયમંડ સેક્ટર પર ELનો બોજ ન આવે તે માટે યોગ્ય સુધારો/સ્પષ્ટતા કરવામાં આવે, પછી ભલે રફ હીરાની ખરીદી ડિજિટલ પ્લેટફોર્મ પર હરાજી દ્વારા કરવામાં આવે
  • SEZ ના Sunset Clause ને લંબાવવા બાબત
  • કાઉન્સિલે સનસેટ ક્લોઝના વિસ્તરણ તરીકે સેઝમાં જેમ્સ અને જ્વેલરી એકમો માટે કોર્પોરેટ આવક વેરો 25%થી 15% ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો
  • પરોક્ષ કર- Indirect Taxesના પ્રસ્તાવ
  • કટ અને પોલિશ્ડ હીરા અને કિંમતી અને અર્ધ કિંમતી રત્નો પરની આયાત ડ્યુટી 7.5%થી ઘટાડીને 2.5% કરવામાં આવે
  • રફ કલર જેમસ્ટોન્સ (રત્નો) પર 0.50%ની મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવે
  • કિંમતી ધાતુઓ સોના/ચાંદી/પ્લેટિનમ પરની ઇમ્પોર્ટ ડ્યૂટિ 7.5%થી ઘટાડીને 4% કરવામાં આવે
  • ઇમ્પોર્ટ ડ્યૂટિના રીફંડ અને વિદેશીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી પર GST અંગે પોલિસી અને પ્રક્રિયા જાહેરા કરવામાં આવે

અન્ય પ્રસ્તાવો

• હીરા, કિંમતી અને અર્ધ કિંમતી જેમસ્ટોન્સ માટે જોબ વર્ક પોલિસી રજૂ /વિસ્તરણ કરવામાં આવે
• સોનાના દાગીનાની નિકાસ માટે GST રિફંડની જેમ EDI સિસ્ટમ દ્વારા "Rates & Taxes Refund" મિકેનિઝમ દાખલ કરવામાં આવે
• KP હેઠળ વિદેશમાંથી આયાત કરાયેલા સોન ડાયમંડને ઇમ્પોર્ટ ડ્યૂટિ લાગુ કર્યા વિના રફ ડાયમંડ તરીકે વર્ગીકૃત કરવા બાબત
• ભારતમાં જ્વેલરી પાર્ક સ્થાપવા માટે ટેક્સટાઈલ પાર્ક માટે જે PM મિત્રા પોલિસી છે તેનો વિસ્તાર કરવામાં આવે
• ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ-કોમર્સ થકી વ્યવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે જેમકે કૂરિયર થકી એક્સપોર્ટની SOP, ગૂડ્સ રિટર્નની ફેસિલિટી, પોસ્ટ મારફત એક્સપોર્ટ વિગેરે.

આ પણ વાંચો:

UP Assembly Elections 2022: યુપી ચૂંટણીમાં બિકીની અને સોશિયલ મીડિયાની વાર્તા

આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શું હશે રણનીતિ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.