સુરત: શહેરના આગણે ચેનાઈ સુપરકિંગની ટીમ પ્રેક્ટિસ કરવા જઈ રહી છે. જેને લઈને આજે IPL (Indian premier league)ચેનાઈ સુપરકિંગ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુરત આવી પોહ્ચ્યા છે. જેમાં લાલબાઈ સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ થવા જઈ રહી છે. હવે કેટલા ખિલાડીઓ ક્યારે આવશે તેની કોઈ અગાઉથી જાણકારી નથી.
લાલબાઈ સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ કરવા જઈ રહી છે
સુરતના આગણે ચેનાઈ સુપરકિંગની ટીમ (Chennai Super kings) આગામી 7 થી 24 માર્ચ સુધી શહેરના લાલબાઈ સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ કરવા જઈ રહી છે. જેને લઇને લાલભાઈ સ્ટેડિયમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ચેનાઈ સુપરકિંગ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુરત આવી પોહ્ચ્યા છે.
આ પણ વાંચો: નેશનલ ક્રિકેટ ઓપન ટુર્નામેન્ટમાં ડીસા તાલુકાની 14 વર્ષીય દીકરીની પસંદગી
તેઓએ પોતાના નજીકના મિત્રોને દૂરથી હાથ બતાવ્યો હતો અને બાયો બબલમાં જતા રહ્યા હતા
લાલભાઈ સ્ટેડિયમ તરફથી જણાવવામાં આવ્યું કે અમને પણ ખબર નથી કયા ખેલાડીઓ ક્યારે આવી રહ્યા છે. પરંતુ આજે વહેલી સવારે IPL ચેનાઈ સુપરકિંગ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સુરત આવી(Practicing at Lalbai Stadium) પોહ્ચ્યા છે. તેઓ એરપોર્ટ થી સીધા TGB હોટલ (The Grand Bhagwati)પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના નજીકના મિત્રોને દૂરથી હાથ બતાવ્યો હતો અને બાયો બબલમાં જતા રહ્યા હતા. જ્યારે BCCI દ્વારા ઓફિસીયલી જાહેરાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે મહેન્દ્રસિંહ ધોની સુરત આવી પહોંચ્યા છે.
આ પણ વાંચો: India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી