સુરતઃ ઇનટુકે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આત્મનિર્ભર લોન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઇનટુક પ્રમુખ નૈષદ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે, MSME સેકટરને એક કરોડ સામે માત્ર 20 લાખની જ લોન મળશે. વીજળી યુનિટના ચાર્જ પણ ગુજરાતમાં વધારે છે. સબસીડી વગર કાપડ ઉદ્યોગને બચાવવું મુશ્કેલ છે. ચીન અને બાંગ્લાદેશ કરતા ભારતનો જીએસટી દર વધુ છે. આવી જ રીતે રહેશે તો ઉદ્યોગ બાંગ્લાદેશ, ચીનમાં જઈ શકે છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ત્રણ વર્ષ માટે પાવર, ઈંટ્રેસ્ટ, જીએસટી સબસીડી આપો: ઈનટુક - latest news of textile industry
કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંગે ઇનટુક સુરત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. મરણપથારીએ પડેલા ટેક્સટાઇલ ઉદ્યોગને પાવર સબસીડી, ઇંટ્રેસ્ટ સબસીડી, જીએસટી સબસીડી ત્રણ વર્ષ માટે આપે જેથી ઉદ્યોગની સ્થિતિ સારી થઈ શકે.
ઇનટુક પ્રમુખ નૈષદ દેસાઈ