ETV Bharat / city

Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી

ભાજપ (Surat BJP) અને આપના (AAP Surat )નગરસેવકો અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ ભાજપના કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની (Political Clash in Surat) મારામારી થઈ હતી.

Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી
Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી
author img

By

Published : May 2, 2022, 2:41 PM IST

Updated : May 2, 2022, 7:29 PM IST

સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વિરોધમાં આપના (AAP Surat )નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉધના ખાતે આવેલા ભાજપ મુખ્યાલય (Surat BJP) ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતાં. જ્યાં ભાજપ અને આપના (AAP Surat )કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ભાજપના કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી (Political Clash in Surat) થઈ હતી.

ભાજપના કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ બાખડ્યાં

ઉધના ભાજપ કાર્યાલયે મારામારી - આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉધના ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતાં. આમ આદમી પાર્ટીના (AAP Surat )પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયેે (Surat BJP) હાથમા બેનર લઈ વિરોધ કરી રહ્યા હતાં. તે સમયે ભાજપના કાર્યકર્તાઓ પણ કાર્યાલયની બહાર નીકળી ગયા હતાં તે દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ પણ વચ્ચે આવી પહોંચી હતી. પરંતુ આ વચ્ચે બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી Political Clash in Surat :થવા લાગી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક....

ભાજપ કાર્યકરો પણ કાર્યાલય પહોંચી ગયા હતાં -ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP Surat ) વચ્ચે મારામારી થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ગોપાલ ઇટાલીયા સહિત દિનેશ કાછડીયા અને અન્ય કાર્યકર્તાઓને ભાજપના (Surat BJP) કાર્યકર્તાઓએ માર માર્યા ( Political Clash in Surat )હતા. જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ ઇજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે આ ઘટના બની જ્યારે ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અન્ય કાર્યકરો ત્યાં હાજર હતા. ભાજપને જ્યારે ખબર પડી કે વિરોધ નોંધાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય આવી રહ્યા છે ત્યારે ભાજપના મહિલા મોરચાના અને યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહેલાથી જ ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતાં.

આ પણ વાંચોઃ AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન

મારામારી અંગે મને જાણકારી નથી -ભાજપ (Surat BJP) શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે અમને જાણકારી મળી હતી કે આમ આદમી પાર્ટીના (AAP Surat ) કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલયમાં તોડફોડ ( Political Clash in Surat ) કરવા માટે આવનારા હતા. જેથી ભાજપના કાર્યકર્તાઓ એકત્રિત થઈ ગયા હતા. ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે તે અંગે મને જાણકારી નથી પરંતુ અમને જૂનો અનુભવ છે કે ગાંધીનગર ખાતે અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યકરો સાથે મારામારી કરી હતી અને કાર્યાલયમાં ઘૂસી ગયા હતાં.

  • देखिए इन गुंडों लफ़ंगों को। खुलेआम मारपीट कर रहे हैं। देशभर में गुंडागर्दी कर रखी है। ऐसे देश आगे बढ़ेगा? ये लोग कभी आपके बच्चों को अच्छी शिक्षा, रोज़गार नहीं देंगे।क्योंकि इन्हें राजनीति के लिए बेरोज़गार गुंडे और लफ़ंगे चाहिए

    सभी देशभक्त युवाओं को इनके ख़िलाफ़ एकजुट होना होगा https://t.co/WYion2hTuw

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વીટ- સુરતમાં બનેલી આ ઘટનાની પ્રતિક્રિયા દિલ્હીમાંથી અરવિંદ કેજરીવાલના ટ્વીટ દ્વારા આવી હતી. જેમાં તેમણે મારપીટ ગુંડાગર્દી તરફ આંગળી ચીંધી લોકોને કહ્યું છે કે દેશભક્ત યુવાનોએ આ લોકો સામે એકજૂટ થવું જોઇએ.

Last Updated : May 2, 2022, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.