ETV Bharat / city

કાર આંતરીને લાખોની રૂપિયાની લૂંટ કરીને બે શખ્સો રફુચક્કર - Car break robbery in Surat

સુરતમાં ફરી એકવાર કાર આંતરીને લાખો (robbery case in Surat) રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

કાર આંતરીને લાખોની રૂપિયાની લૂંટ કરીને બે શખ્સો રફુચક્કર

author img

By

Published : Oct 12, 2022, 9:29 AM IST

સુરત જિલ્લામાં ફરી એકવાર 50 લાખ રૂપિયાની લૂંટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સુરત જિલ્લાના જમીન લે વેચ ના વ્યવસાય સાથે સંકળાયેલા અને હાલ કડોદરા ખાતે પાવર લૂમ્સ નું કારખાનું શરૂ કરવાની તૈયારી કરી રહેલા વેસુના વેપારી પોતાની સ્કોર્પિયો કારમાં જમીનનું પેમેન્ટ આપવા (robbery case in Surat) જતા હતા. તે દરમિયાન એક્ટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કાર પર મેલું નાખી કાર આંતરી આશરે 50થી 55 લાખની રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. (50 lakh robbery in Surat)

કાર આંતરી આશરે 50 લાખની રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર

શું હતી સમગ્ર ઘટના ડીંડોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વેસુ VIP સ્થિત સેરીડોન ફલેટમાં રહેતા અંકિત શશીકાંત કાનોડિયા જમીન લે-વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તેઓ કડોદરા ખાતે પાવર લૂમ્સ શરૂ કરી રહ્યાં છે. તેઓ પોતાની સ્કોર્પિયો કારમાં જમીનનું પેમેન્ટ આપવા કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી સાંજે તેઓ મધુરમ સર્કલથી દેવધર રોડ પર આવેલી કેનાલ પાસેથી પસાર થતાં હતાં. તે વેળા પાછળ એક્ટીવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ એ કાર ઉપર મેલું નાખી (Surat Crime Case) કારને આંતરી હતી. બાદ અંકિતભાઇ સાથે ઝપાઝપી કરી આશરે 50થી 55 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી ભાગી ગયા હતા.

અજાણ્યાં વિરુદ્ધ લુંટનો ગુનો આ અંગે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, બનાવ મામલે જાણ કરવામાં આવતાં ડીંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. બનાવ અંતર્ગત ડીંડોલી પોલીસે અંકિત (Robbery case in Kadodara) કાનોડિયાની ફરિયાદ લઇ એકટીવા મોપેડ સવાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે પઠાણ કરી રહ્યાં છે.(Car break robbery in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.