- અમિત ચાવડાએ કહ્યું કે, ગેરરીતિનું પરિણામ છે કાર્યવાહી થવી જોઈએ
- ધનરાજન બિલ્ડીંગનો સ્લેબ તુટી પડતાં લોકો ઈજાગ્રસ્ત થયા
- આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ માટે કોંગ્રેસે માંગ કરી
સુરત : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સુરતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે એટલું જ નહીં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભાજપ છે. રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમ ટાઉન છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્યાં કોર્પોરેશનમાં છે. એવી જગ્યાએ કોઈ કોમર્શિયલ કોમ્પલેક્ષ અચાનક ધરાશાયી થવી તે તેમનું માનવું છે કે તંત્ર દ્વારા બાંધકામમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યાં ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ જ હશે. જે જર્જરીત ઇમારતો છે. તેનું ઇન્સ્પેકશન થવું જોઈએ.
તાત્કાલિક સહાય અને વળતરની માંગણી કરી
વધુમાં જણાવ્યું હતું કે, જો ઇમારત જર્જરીત હોય તો તેને તોડી પાડવાની જરૂર હોય તો તેને તોડી પાડવી જોઈએ. ભાજપ શાસકોના ભ્રષ્ટાચાર મિલીભગતના કારણે આવા અકસ્માતો બન્યા છે. આ સરકાર અને શાસકોની ગંભીર બેદરકારી છે આજે છ જેટલા માસુમ લોકોને ઈજાઓ થઈ છે. આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ થવી જોઇએ જે પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જે પણ અસરગ્રસ્તો છે તેમને તાત્કાલિક સહાય અને વળતર મળવું જોઇએ.
આ પણ વાંચો : પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું
આ પણ વાંચો : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી