- સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ખરીદી કરવા પહોંચ્યા
- લગ્નસરાની સિઝનને લઈને ઘરેણા લેવા લોકોની ભીડ
- આગામી દિવસોમાં સોનાનો ભાવ ફરીથી વધે તેવી શક્યતા
સુરત: છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હોવાથી તેમજ સોનાનાં ભાવોમાં વધારાના કારણે સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. 55 હજાર સુધી પહોંચેલો સોનાનો ભાવ હાલ પ્રતિ 10 ગ્રામ 46 હજાર સુધી પહોંચ્યો છે. જેથી આવનારા દિવસોમાં શરુ થનારી લગ્નસરાની સિઝનને લઈને લગ્ન માટેના ઘરેણા સહિત સોનામાં રોકાણ કરવા માટે પણ લોકો જ્વેલર્સોના ત્યાં સોનાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.