ETV Bharat / city

સુરત એરપોર્ટ પર આવનાર જે યાત્રીઓએ કોરોનાની રસી મુકાવી હશે તેઓને RTPCR રિપોર્ટમાંથી મુકિત - Airlines

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસ ઘટતા એરપોર્ટ પર RTPCR ટેસ્ટમાંથી મૂક્તિ આપવામાં આવી હતી પણ સુરત મહાનગર પાલિકાએ આ અંગે કડક વલણ રાખ્યું હતુ અને તમામ યાત્રીઓનો RTPCR ફરજીયાત હતો જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી. આ અંગે એરલાઈન્સના મનેજરોએ કમિશ્નરને રજૂઆત કરી હતી.

surat
સુરત એરપોર્ટ પર આવનાર જે યાત્રીઓએ કોરોનાની રસી મુકાવી હશે તેઓને RTPCR રિપોર્ટમાંથી મુકિત
author img

By

Published : Aug 14, 2021, 1:40 PM IST

  • સુરતના એરપોર્ટ પર યાત્રીઓને તકલીફ
  • એરપોર્ટ પર0 RTPCR ટેસ્ટ હતો ફરજીયાત
  • એરલાઈન્સ મેનેજરે કરી કમિશ્નર સાથે કરી બેઠક

સુરત : એરપોર્ટ પર યાત્રીઓ પાસે RTPCR ટેસ્ટનો રીપોર્ટ માંગવામાં આવે છે જેમા મોટાભાગે મુસાફરો પાસે તે નથી હોતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ અંગે તમામ એરલાઈન્સના મનેજરોએ સુરત કમિશ્નરને રજૂઆત કરી હતી. કમિશ્નરે આ અંગે સકારાત્મક વલણ લેતા યાત્રીઓને RTPCR ટેસ્ટ માંથી મુક્તી આપી છે.

એરલાઈન્સના મેનેજરની મિટીંગ

એરપોર્ટથી ફલાઇટ ઓપરેટ કરતી એરલાઇન્સના સ્ટેશન મેનેજર્સ સાથે મિટીંગ મળી હતી. જેમાં ઇન્ડીગોમાંથી મોહંમદ અનીસુર, સ્પાઇસ જેટમાંથી રેશમા સોહોની, એર ઇન્ડિયામાંથી આર. વેંકટરામન અને મુકેશ તથા સ્ટાર એરમાંથી હુજેફા ઉપસ્થિત રહયા હતા. મિટીંગમાં સુરત એરપોર્ટથી વધારે ફલાઇટ ઓપરેટ કરવા અંગે તેમજ ફલાઇટ ઓપરેશન દરમ્યાન એર લાઇન્સો અને મુસાફરોને પડતી નાની – મોટી મુશ્કેલી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અનુરાગ ઠાકુર, કિરેન રિજિજુ સહિત મનસુખ માંડવિયાએ 'પેડલ ફોર હેલ્થ' માટે ચલાવી સાઈકલ

મુસાફરોને પરેશાની થાય છે

એર લાઇન્સના સ્ટેશન મેનેજરોએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મોટા ભાગના એરપોર્ટ ઉપર રસી મુકાવનાર મુસાફરો પાસેથી RTPCR રિપોર્ટ માંગવામાં આવતા નથી. જ્યારે સુરત એરપોર્ટ ખાતે મુસાફરો પાસેથી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા RTPCR રિપોર્ટ માંગવામાં આવે છે. જેને કારણે મુસાફરોને પરેશાની થાય છે. આથી જે મુસાફરોએ કોરોનાની રસી લીધી હોય તેઓને RTPCR રિપોર્ટમાંથી મુકિત આપવામાં આવે તે અંગે ચેમ્બરને મધ્યસ્થી કરી સમસ્યાનું નિવારણ લાવવા માટે અનુરોધ કર્યો હતો.

કમિશ્રરને કરવામાં આવી રજુઆત

ચેમ્બર દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમને રૂબરૂ મળીને સુરત એરપોર્ટ ખાતે એર લાઇન્સોને પડી રહેલી મુશ્કેલી સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી એસ.ઓ.પી. મુજબ સુરત એરપોર્ટ ખાતે મુસાફરો પાસેથી 72 કલાકની અંદરનો RTPCR રિપોર્ટની તપાસ કરવામાં આવતી હતી. આથી ચેમ્બરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજૂઆત કરી હતી કે, રસી મુકાવનાર મુસાફરોને RTPCR રિપોર્ટમાંથી મુકિત આપવામાં આવે. એક રસી લેનાર મુસાફરને પણ RTPCR રિપોર્ટમાંથી મુકિત આપવામાં આવે તેવો અનુરોધ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

RTPCR રિપોર્ટમાંથી મુકિત આપવામાં આવશે

ચેમ્બરની રજૂઆતને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરત એરપોર્ટ ખાતે ઉતરતા એવા મુસાફરો કે જેઓએ કોરોનાની રસી મુકાવી હશે તેઓને RTPCR રિપોર્ટમાંથી મુકિત આપવામાં આવશે તેમ જણાવી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જો કે,RTPCR મુકાવનાર મુસાફરે કોરોનાની વેકસીન લીધી હોવાનું સર્ટિફિકેટ મહાનગર પાલિકાની ટીમને બતાવવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.