- મહાનગરપાલિકાની ચૂંટણીનું ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ
- કોંગ્રેસે પાસ નેતા ધાર્મિકને આપી ટિકિટ
- ધાર્મિક ફોર્મ ભરવા બળદ-ગાડું લઇને આવ્યાપાસ નેતા ધાર્મિકને કોંગ્રેસની ટિકિ
સુરતઃ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા ધાર્મિક માલવીયાને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ધાર્મિકને પાટીદાર ગઢ ગણતા વરાછામાંથી ટિકિટ આપવામાં આવી છે. જેથી ધાર્મિક બળદ-ગાડામાં બેસીને ફોર્મ ભરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપને ટક્કર આપવા માટે આ વખતે કોંગ્રેસે પાટીદાર યુવા નેતાને મેદાને ઉતાર્યા છે. આ નેતા પાટીદાર આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં હતા.
સત્તામાં આવું ખૂબ જ જરૂરી
કોંગ્રેસ સાથે જોડાવા અંગે ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, સત્તા દ્વારા આંદોલનમાં યુવાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેને જવાબ આપવા માટે સત્તામાં આવું ખૂબ જ જરૂરી છે. જેથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને કોંગ્રેસે હંમેશા આંદોલનને સમર્થન આપ્યું છે. આના કારણે જ કોંગ્રેસ પાટીદાર યુવાઓની વેદના સમજે છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-pas-dharnik-7200931_06022021120644_0602f_00676_416.jpg)
પાટીદાર યુવાઓ ઉપર કેસ કરી અત્યાર સુધી મુક્ત કરવામાં આવ્યા નથી
આ અંગે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશાથી જ આંદોલનને સમર્થન કરી તેમના અધિકારની વાત કરી છે, જ્યારે સત્તામાં બેસેલા ભાજપના લોકો દ્વારા પાટીદાર યુવાઓ ઉપર કેસ કરી અત્યાર સુધી મુક્ત કરવામાં આવ્યા નથી.