ETV Bharat / city

કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધીની પરંપરા - સુરતનો પારસી સમાજ

સુરત સહિત સમગ્ર દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા પારસી સમાજ માટે કોરોનાનો કહેર વિશેષ ચિંતાનું કારણ બન્યો છે. પારસી પ્રજાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તેઓ મૃતદેહોની અંતિમવિધીની પોતાની સદીઓ જૂની પરંપરા છોડવા મજબૂર થયા છે.

પારસી સમાજ
પારસી સમાજ
author img

By

Published : Apr 15, 2021, 6:02 PM IST

  • સુરતનો પારસી સમાજ
  • કોરોના માર્ગદર્શિકાના પાલન માટે છોડી પરંપરા
  • દૂધમાં સાકરની જેમ ભળવાનું ઉદાહરણ હાલમાં પણ એટલું જ પ્રસ્તુત

સુરત: સુરતમાં કોરોના વિસ્ફોટ થતા અનેક લોકો મોતને ભેટ્યા છે જેમાંથી ઘણા પારસી સમાજના લોકો પણ છે. પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિ સંસ્કારનો રિવાજ નથી. તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી, પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.

પારસી સમાજ

લઘુમતી સમાજ માટે કોરોના વધુ જોખમી

સુરતમાં આશરે અઢીથી ત્રણ હજાર જેટલા પારસી સમુદાયના લોકો રહે છે. લઘુમતી સમાજ અગાઉથી જ ઓછી વસ્તીને લઇ ચિંતામાં હતો, તેમાં હવે કોરોના કાળમાં જે રીતે આ સમાજના લોકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે, તેનાથી તેમની ચિંતા વધી છે. અત્યાર સુધી આ સમાજના 50થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લોકો પરંપરાગત રિવાજોને બદલે કોરોના ગાઇડલાઇન્સ મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થયા છે. આ અંગે પારસી પંચાયતના સભ્ય યઝદી કરંજીયાએ જણાવ્યું હતું પારસી કમ્યુનિટીની સંખ્યા દેશમાં માત્ર 1 લાખ જેટલી છે જે રીતે સમાજના લોકો કોરોના પોઝિટિવ થઇ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે.

પુણા ગામ વિસ્તારની ડુંગરવાડીમાં થાય છે પારસીઓની અંતિમક્રિયા

સુરત શહેરના પારસીઓ અંતિમવિધી માટે પુણા ગામ વિસ્તાર ખાતે આવેલા ડુંગરવાડીમાં ક્રિયાઓ કરતા હોય છે. મૃતદેહને કૂવામાં મૂકી દેવાય છે અને વલચર નામનું પક્ષી આ મૃતદેહને ગ્રહણ કરતું હોય છે. ત્યારબાદ જે હાડકા વધે છે તે કૂવાની અંદર જ રાખી મુકવામાં આવતા હોય છે. પારસી સમાજના લોકો માને છે કે એમની અંતિમવિધી દુનિયાના અન્ય તમામ સમાજ કરતા વધુ પર્યાવરણલક્ષી છે. પારસી સમાજના લોકો અગ્નિદેવતાને પૂજનીય માને છે. પરંતુ આજે કોરોના મહામારીના પ્રકોપના કારણે તેઓ પોતાના સમાજની પરંપરાગત માન્યતા છોડી પહેલીવાર અગ્નિદાહ કરવા માટે મજબૂર થયા છે.

30 વર્ષીય મોનાઝ ભેંસાનીયાનું મૃત્યુ સૌથી આઘાતજનક

સુરતની 30 વર્ષીય પારસી રંગોળી આર્ટિસ્ટ અને ડ્રામા સાથે સંકળાયેલી યુવતી મોનાઝ ભેંસાનીયાનું બે દિવસ પહેલા જ કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પહેલેથી જ ઓછી વસ્તીના પ્રશ્નોને લઇને ઝઝૂમતો પારસી સમાજ હવે યુવાનો કોરોનાગ્રસ્ત થતા વધુ આઘાતજનક સંજોગોનો સામનો કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.