ETV Bharat / city

Paper leak in VNSGU : VNSGUમાં TY BCOM Sem6નું પેપર થયું લીક, પેપર ફૂટતાં યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમ સેમ-6નું પેપર (Paper leak in VNSGU) ફૂટ્યું છે. શહેરની વાડિયા વુમન્સ કૉલેજમાં આ પેપર ફૂટવાનો મામલો બહાર આવ્યો છે. આ મામલે તપાસ કરવાની કમિટી (VNSGU Paper Leak Investigation Committee) પણ બનાવવામાં આવી છે.

Paper leak in VNSGU : યુનિવર્સિટીએ કરી પાંચ પેપરની પરીક્ષા રદ, ટીવાય બી.કોમ સેમ 6નું પેપર ફૂટતાં લેવાયો નિર્ણય

author img

By

Published : Apr 20, 2022, 5:54 PM IST

Updated : Apr 20, 2022, 6:14 PM IST

સુરત:.સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) બી.કોમ સેમ-6 નું પેપર ફૂટ્યું (Paper leak in VNSGU) હોવાનો મામલો બહાર આવ્યો છે. શહેરની વાડિયા વુમન્સ કૉલેજમાં આ પેપર ફૂટવાનો મામલો બહાર આવ્યો છે. આમાં TY. BComનું ઇન્ડિયન ઈકોનોમી પેપર, હિસ્ટ્રી પેપર - ઈગ્લિશ પેપર -18 એમ કુલ પાંચ પ્રશ્નપત્ર નિયત સમય પહેલા ખુલી ગયાં હતાં. આ અંગે લેખિત માહિતી મળતાં વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું નથી. આ તમામ બાબતે તપાસ કરવાની કમિટી (VNSGU Paper Leak Investigation Committee) બનાવવામાં આવી છે.

શહેરની વાડિયા વુમન્સ કૉલેજમાં આ પેપર ફૂટવાનો મામલો બહાર આવ્યો

આ પણ વાંચોઃ Gujarat University Exams 2022: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો, જર્નાલિઝમના પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ

પેપર વાડિયા વુમન્સ કોલેજના અંદરથી એક દિવસ પહેલા લીક થયું - એનએસયુઆઈ પ્રમુખ ભાવેશ રબારીએ કહ્યું કે VNSGU ની અંદર (Paper leak in VNSGU) આજે બી.કોમ- સેમ-6નું પેપર ફૂટયું (TY Bcom Sam 6 paper leak)તેને લઇને આજે ચાલુ પરીક્ષા રદ કરી છે. આ પેપરનો મામલો બહાર ન આવત જો જાગૃત નાગરિક તરીકે રજૂઆત થઇ ન હોત. જેથી આ મામલો બહાર આવ્યો છે. આ પેપર વાડિયા વુમન્સ કોલેજના અંદરથી એક દિવસ પહેલા જ આ પેપર લીક થયું હતું.જે થી આ પેપર રદ કરવામાં આવ્યું છે. જેથી આની તપાસ કરવામાં આવે.

આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લો વધુ એક વખત પેપર લીક કાંડને લઈ વિવાદમાં, હિન્દીનું પેપર વાયરલ કનેક્શન મહીસાગર પહોંચ્યું

યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરી - શરૂઆતમાં યુનિવર્સિટી (Paper leak in VNSGU) કહે છે કે પેપર લીક થયું જ નથી. પરંતુ કૉલેજના અંદર પેપર પહોંચી ગયા હતાં. એક દિવસ પહેલા પેપર ક્લાસમાં વેચવા માટે લવાયું હતું. તે યુનિવર્સિટીને સમજાતાં પરીક્ષા રદ કરી છે. આની તપાસ કરવાનાં છે કે દોષી કોણ છે. પરંતુ હંમેશાની જેમ એક પણ દોષીની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીંઅને આની સામે ક્યાંકને ક્યાંક એ લોકોના પોતાના વ્યક્તિઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.પરંતુ અમે જાગૃત થઇ આવેદનપત્ર આપી આજની પરીક્ષા રદ કરાવી છે તેમ એનએસયુઆઈ પ્રમુખ ભાવેશ રબારીએ કહ્યું હતું.

Last Updated : Apr 20, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.