ETV Bharat / city

Organ Donation in Surat -ગત 12 દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓનું દાન કરાયું - organ donation in Surat

સુરતમાં ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને અંગદાન ( organ donation ) થકી નવું જીવન આપવામાં સફળતા મળી છે.

Organ Donation
Organ Donation
author img

By

Published : Jun 18, 2021, 3:50 PM IST

  • 12 દિવસની અંદર સુરતમાં અંગદાન ( Donate Life )ની ત્રીજી ઘટના
  • ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન
  • માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

સુરત : 12 દિવસની અંદર સુરતમાં અંગદાન ( Donate Life )ની ત્રીજી ઘટના બની છે. સુરતમાંથી ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. બ્રેઈનડેડ કલ્પના પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના
કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

Organ Donation
ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન

પરિવારે ઓર્ગન ડોનેશન ( organ donation ) માટેની ઈચ્છા વ્યક્ત કરી

3 જૂનના રોજ 54 વર્ષીય કલ્પનાનું બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની દમણીયા હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ( United Green Hospital )માં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. જ્યાં તેમણે ડૉક્ટર્સની ટીમ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. ડૉક્ટર્સની ટીમે ડોનેટ લાઈફ ( Donate Life )ના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી કલ્પનાના બ્રેઇનડેડ અંગેની તેમજ પરિવારે ઓર્ગન ડોનેશન ( organ donation ) માટેની ઈચ્છા વ્યક્ત કરી છે, તે અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફ ( Donate Life )ની ટીમે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ( United Green Hospital ) પહોંચીને કલ્પનાના પુત્ર પ્રતિક અને વિવેક, જમાઈ કમલકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

અંગદાન થકી તેમને બીજા ચાર પાંચ વ્યક્તિમાં જીવિત રહેશે કલ્પના

કલ્પનાના પુત્ર પ્રતિકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેમને જીવનમાં હંમેશા દરેક વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. આજે જ્યારે મારા મમ્મી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના મોઢા પર ખુશી લાવો. મારા પપ્પાની ઈચ્છા પણ એવી જ છે કે, મારી મમ્મીના અંગદાન ( organ donation ) થકી તેમને બીજા ચાર-પાંચ વ્યક્તિમાં જીવિત રાખવામાં આવે.

આ પણ વાંચો -

World Organ Donation Dayના અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.