- શિક્ષકોની સીધી ભરતી અને રોડ બનાવવાને મુદ્દે ભારે હોબાળો
- વિપક્ષે સામાન્ય સભા ખંડમાં હાય-હાયના નારા લગાડ્યા
- હોસ્પિટલમાં ગરીબોને મફત સારવાર અંગે પ્રશ્ન
સુરત : મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષે શિક્ષકોની સીધી ભરતી અને અલથાણથી ભીમરાડ તરફ જવાના રોડ બનાવવાને મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે સામાન્ય સભાખંડમાં હાય-હાયના નારા લગાડ્યા હતા, આ બાદ સભા સ્થગિત કરવી પડી હતા.
15 શિક્ષકોની ભરતીની દરખાસ્ત
સુરત મનપાની સામાન્ય સભાની અંદર સમિતિના ચેરમેન પરેશ પટેલ દ્વારા 15 શિક્ષકોની ભરતીની દરખાસ્ત થતાની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવીને તેનો વિરોધ કર્યો હતો. વિપક્ષ દ્વારા સામાન્ય સભાખંડમાં હાય-હાયના નારા લગાડ્યા હતા, ત્યારબાદ મહાવીર મેડિકલ રીલીફ સોસાયટી દ્વારા તૈયાર થનાર હોસ્પિટલનો મુદ્દો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો. આ બાબતે વિપક્ષે પૂછ્યું હતું કે, હોસ્પિટલમાં ફ્રી FSI આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, પરંતુ હોસ્પિટલની અંદર ગરીબોને મફત સારવાર આપવામાં આવશે કે કેમ તે અંગેનો પણ સ્થાનિક પ્રસાશન દ્વારા કોઇ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.
7 કરોડના ખર્ચે રસ્તો બનાવવાની તૈયારી
સુરતના VIP રોડ ખાતે અલથાણથી ભીમરાડ તરફ જવાના રસ્તાને પાલિકા દ્વારા 7 કરોડના ખર્ચે બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેનો વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે જણાવ્યું હતું કે, હાલ ત્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને ટ્રાફિકનું ભારણ પણ નથી, જેથી ખોટો ખર્ચ કરીને રસ્તો બનાવવાની જરૂર નથી. થોડા સમય માટે સામસામે સત્તાપક્ષ અને વિરોધપક્ષ એકબીજા ઉપર આક્ષેપો કરીને હાય-હાયના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: