- સુરતના મહિધરપુરામાંથી ઝડપાયું ડ્રગ્ઝ
- બાતમી પરથી પોલીસે એક ઇસમને ઝડપી લીધો
- સુરત બસ સ્ટેન્ડ પરથી 15 ગ્રામ Drugs સાથે ઝડપાયો આરોપી
સુરત:સુરતમાં મહિધરપુરા પોલીસનો સ્ટાફ ( Surat Police ) પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડ્રગ્સના ( Drugs ) જથ્થા સાથે એક ઇસમ સુરત બસ સ્ટેન્ડ ( Surat bus stand ) પાસે આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભાઠેના રજાનગર પાસે રહેતા આમીનખાન સહીરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1.55 લાખની કિમતનું 15 ગ્રામ મેથએમફેટામેન ડ્રગ્સ ( Drugs ) કબજે કર્યું હતું.
આ પણ વાંચોઃ સુરતમાં 7.90 લાખની કિમતના 79 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે એક મહિલા સહિત કુલ ચારની ધરપકડ
400 રૂપિયા રોકડા મળી કુલ 1.63 લાખની મતા કબજે
પોલીસની પૂછપરછ આરોપી આ ડ્રગ્સ ( Drugs ) મુંબઈ સ્થિત બોરીવલી ખાતે રીક્ષા ચલાવતા એક ઇસમ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ ( Wanted ) જાહેર કર્યો છે. આ ઉપરાંત મહિધરપુરા પોલીસે એક મોબાઈલ, પાન કાર્ડ, તેમજ 400 રૂપિયા રોકડા મળી કુલ 1.63 લાખની મતા કબજે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરત SOGએ Cocaine અને Methamphetamineના જથ્થા સાથે નાઇઝીરિયનની કરી ધરપકડ