સુરત : સુરતમાં ઓમિક્રોનનો (omicron variant in gujarat) બીજો કેસ નોંધાયો (Omicron Cases In Surat ) છે. ઉતરાણમાં વિસ્તારમાં રહેતી મહિલા કે જે વ્યવસાયે ફેશન ડિઝાઈનર (fashion designer ) છે, તેનો ઓમિક્રોન genome sequence રિપોર્ટ પોઝિટિવ આવ્યો (Omicron report positive) છે .આ મહિલા 2 ડિસેમ્બરે પુત્ર અને પુત્રી સાથે સુરતથી દુબઈ ગઈ હતી, ત્યાંથી તેઓ 5 તારીખે એર ઈન્ડિયા ફ્લાઇટ મારફતે પરત આવ્યા હતા તેઓ ઘરે ક્વારેન્ટાઇન થયા હતા. 8 ડિસેમ્બરના રોજ તેઓને શરદી અને ખાંસીની તકલીફ શરૂ થતા તેઓએ બીજા દિવસે વરાછાના તબીબ પાસે સારવાર લીધી હતી, ત્યાર બાદ 13મી ડિસેમ્બરના રોજ ફરી દુબઇ જવા માટે ફ્લાઇટ બુક કરાવી હતી. આ મુસાફરી માટે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યારે એરપોર્ટ પર કરવામાં આવેલા RTPCR રિપોર્ટ પોઝિટિવ (corona testing at surat airport) આવ્યો હતો.
મહિલા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહિલાને 13 તારીખથી હોમ ક્વારેન્ટાઇન કરવામાં આવી હતી. તેના સેમ્પલ લઇ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ મહિલા સાથે સંપર્કમાં આવેલા 78 વ્યક્તિઓના ટેસ્ટ કરાયા હતા, જે તમામ નેગેટિવ આવ્યા હતા. ક્યાંથી મહિલા સાથે દુબઈથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા 9 વ્યક્તિઓને શોધી તેમના પણ ટેસ્ટ કરાયા જે પણ નેગેટિવ આવ્યા હતા. આ મહિલા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તે બિલકુલ સ્વસ્થ છે પાલિકાના આરોગ્ય વિભાગ (surat municipal corporation corona) આ મહિલા તથા તેની સાથે સંપર્કમાં આવેલા તમામ ઉપર નજર રાખી રહી છે.
પ્રથમ ઓમીક્રોન કેસ ડાયમન્ડ વેપારીનો નોંધાયો હતો
અગાઉ સુરતમાં 6 દિવસ પહેલા ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો, જેમાં ઓમીક્રોન વેરીએન્ટનો શિકાર બનેલો આ યુવક હીરાના વ્યવસાયી સાથે સંકળાયેલો છે. આ યુવક બિજનેસના કામ અર્થે દક્ષિણ આફ્રીકા ગયા હતા અને ત્યાંથી બીજી ડીસેમ્બરના રોજ સુરત પરત ફર્યા હતા, તેમજ આઠમી તારીખે તેને કોરોના હોવાનો રીપોર્ટ પોઝિટવ આવ્યો હતો. તેમનો ઓમીક્રોન જીનોમ સિકવન્સિંગ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઓમિક્રોનના દર્દીઓ આઇસોલેટ રખાયેલ વોર્ડમાં દાખલ
કેન્યાથી મેડિકલ સર્જરી હેતુ સુરત આવેલા અને કતારગામની કિરણ હોસ્પિટલમાં દાખલ એક દર્દીના ભાઈનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ વ્યકિતને સ્મીમેર ખાતે ઓમિક્રોનના દરદીઓ માટે આઇસોલેટ રખાયેલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કિરણ હોસ્પિટલમાં દાખલ વ્યકિતનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મૂળ કેન્યા નિવાસી 55 વર્ષીય મો. મોહફુદીન અવધનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા દ્વારા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
New variant of corona: સુરત હીરા ઉદ્યોગમાં બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે