- સુરતમાં કોરોનાના કહેર યથાવત
- મહિલાને શ્વાસની તકલીફ થઇ, વેન્ટિલેટરની સુવિધા પણ ના મળી
- સ્મશાનગૃહ લઇ જવા માટે શબવાહિની પણ ના મળી
સુરતઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાઇરસના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડ વિસ્તારમાંથી હ્રદય દ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. અહિયા એક મહિલાને શ્વાસની સમસ્યા હોવાથી વેન્ટિલેટરની સુવિધા મળી રહે તે માટે તેમના પુત્રએ અથાગ મહેનત કરી હતી. આમ છતાં તેમનો જીવ બચાવવા માટે વેન્ટિલેટરની સુવિધા મળી ન હતી અને અંતે મહિલાનું મૃત્યુ થયું હતુ. જે બાદ તેમના અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા માટે શબવાહિની પણ સુવિધા મળી ન હતી. જેથી તેમના મૃતદેહને અંતિમસંસ્કાર માટે લારી પર લઇ જવામાં આવ્યો હતો. આ અંગે તેમના પુત્રએ જણાવ્યું હતુ કે, તેમની માતાને કોરોના છે કે નહીં તેનો ખ્યાલ નથી પરંતુ શ્વાસની તકલીફ હોવાથી તેમને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ તેમના અંતિમસંસ્કાર માટેની તૈયારીઓ કરી હતી.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ
મૃતદેહને લારીમાં લઇ જવા મજબુર બન્યા
અથાગ પ્રયાસો છતાં વેન્ટીલેટર નહિ મળતાં આખરે પુત્રના શિરેથી માતાની છત છીનવાઇ ચુકી હતી. માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવે તે પહેલાં અન્ય એક મુસીબતે દસ્તક દીધી હતી. માતાને સ્મશાનગૃહ સુધી લઇ જવા માટે શબવાહિની પણ ન મળતાં આખરે મૃતદેહને લારીમાં લઇ જવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની કતાર, સારવાર માટે 4 કલાકનું વેઈટિંગ