- દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થયો
- રાકેશ રાખડીયાની નિમણૂક શિક્ષણ સમિતિમાં થઈ
- અમરોલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે
સુરત: શિક્ષણ સમિતિના સભ્યોની નિમણુંકના કલાકો બાદ ભાજપના એક કાર્યકર્તાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવતા ફફડાટ મચી ગયો છે. રાકેશ રાખડીયાની નિમણૂક શિક્ષણ સમિતિમાં થઈ હતી, પરંતુ દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થતા તેમની તપાસ હવે અમરોલી પોલીસે શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ દારૂની પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ. સસ્પેન્ડ
રાકેશ રાખડીયા છેલ્લા કેટલાય વર્ષોથી સુરત ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવે છે
રાકેશ રાખડીયા છેલ્લા કેટલાય વર્ષોથી સુરત ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવે છે. હાલમાં જ તેની નિમણૂક શિક્ષણ સમિતિના સભ્યોમાં થઈ છે અને તેન સભ્યપદ પણ મળ્યું છે. સભ્યની નિમણૂંક થયા બાદ જ સોશિયલ મીડિયામાં રાકેશ રાખડીયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાકેશ પોતાના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતો નજરે પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ નડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ
તપાસના આદેશ કરાયા
જે રીતે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારબાદ ભાજપના કાર્યકરોમાં સોપો પડી ગયો છે. આ સમગ્ર બનાવમાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તથા વીડિયોમાં રાકેશ સાથે અન્ય કયા લોકો છે, તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.