ETV Bharat / city

સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી

સુરત શહેરનાં ભેસ્તાન મેઇન રોડ ઉપર આજે વહેલી સવારે એક રહેદારીને બાળકનાં રડવાનો આવાજ સંભળાતાં તેને આજુબાજુ નજર કરતાં એક કચરાનાં ઢગલાં માંથી એક નવજાત બાળકી મળી આવી હતી. રાહદારીએ તાત્કાલિક 108 ને કોલ કરીને જાણ કરી હતી. બાળકીને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમ ખાતે ખસેડવામાં આવી હતી અને NICU માં દાખલ કરાઇ છે.

સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી
સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી
author img

By

Published : Oct 28, 2021, 4:59 PM IST

  • રાહદારીએ તાત્કાલિક 108 ને કોલ કરીને જાણ કરી હતી
  • કચરાનાં ઢગલાં માંથી એક નવજાત બાળકી મળી આવી
  • બાળકી અત્યારે એકદમ તંદુરસ્ત હાલતમાં છે

સુરત : સુરત શહેરનાં ભેસ્તાન રોડ ઉપર આવેલ કામનાથ મહાદેવ મંદિરની સામે આજે વહેલી સવારે કચરાનાં ઢગલાં માંથી એક નવજાત બાળકી મળી આવી હતી. મેઇન રોડ ઉપરથી પસાર થતાં એક રાહદારીને બાળકીનો રડવાનો અવાજ સાંભળાતા આસપાસ જોતાં તેને એક પ્લાસ્ટિકની થેલીની અંદર કપડાંમાં વિટાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. રાહદારીએ તરત 108 ને જાણ કરતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવાવવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકીને તાપસ કરતાં જાણવાં મળ્યું કે તેનું વજન 1 કિલોથી વધુ હતું અને બાળકીને સારવાર માટે NICU માં દાખલ કરવામાં આવી હતી.

સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી

બાળકીનો જન્મ લગભગ 3 થી 4 કલાક પેહલા જ થયો હતો

108 એમ્બયુલન્સનાં ડો. પરમીલા ચૌહાને જણાવ્યું હતું કે, અમને સવારે 7 વાગ્યે કોલ આવ્યો હતો એટલે અમારી ટીમ તરત જ ધટનાં સ્થળ પર પહોંચી અને ત્યાનું દ્રશ્ય એવું હતું કે બાળકીની હાલત સાવ ખરાબ હતી. તેનાં પરથી એવું સાબીત થાય છે કે, બાળકીનો જન્મ લગભગ 3 થી 4 કલાક પેહલા જ થયો હશે. તેમજ નવજાત બાળકીને કપડામાં વિટાળીને થેલીમાં નાખી અહીં મૂકી જતા રહ્યા હશે. તેમજ બાળકીને કોઇ પ્રાણીઓ કે જીવજંતું દ્વારા કોઈ નુકસાન પહોચાડેલ નથી. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે તેથી પોલીસ પણ તેમની રીતે કાર્યવાહી કરી રહી છે.

બાળકી અત્યારે એકદમ તંદુરસ્ત હાલતમાં

સિવિલ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાળકીને જયારે 108 માં લઈને આવ્યા ત્યારે તેનું આખું શરીર ઠંડુ હતું. અમે સૌથી પેહલા તો તપાસ કર્યું તો બાળકી 1 કિલોથી વધુ વજન હતું એટલે બાળકી એકદમ તંદુરસ્ત છે. બાળકીને હાલ NICU માં રાખવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો : વડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.