- સુરતમાં વિશ્વના 100માંથી 90 હીરા કટ અને પોલિશ થાય છે.
- બે મહિનાથી વેપારીઓ દક્ષિણ આફ્રિકા રફ ડાયમંડની ખરીદી રૂબરૂ કરી શકતાં હતાં
- બોત્સવાનાની અંદર DTC કંપનીનું હેડ ક્વાટર્સ છે
સુરત : દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટના ( variant detected in South Africa ) કારણે ભારત સરકાર પણ એક્શનમાં છે. પરંતુ અગત્યની વાત એ છે કે સુરતમાં વિશ્વના 100માંથી 90 હીરા કટ અને પોલિશડ થાય છે. જેમાંથી મોટાભાગના હીરા સાઉથ આફ્રિકાના માઇન્સથી આવતા હોય છે. કોરોના કાળમાં (Coronavirus update) ઓનલાઈન રફ ડાયમંડની ખરીદી થઈ રહી હતી પરંતુ હાલ માં રુબરૂ જઇને રફ ડાયમંડની ખરીદી કરવા લાગ્યાં હતાં. પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે ( New variant of corona ) હવે ફરીથી હીરાના વેપારીઓને ( Surat diamond industry ) બ્લાઇન્ડ ખરીદી કરવી પડશે એટલે કે તેઓ ઓનલાઇન ખરીદી ( Buy diamonds online india ) કરવા પર વિવશ થશે.
રફ ડાયમન્ડ ટ્રેડિંગનું આખો બિઝનેસ મોડલ બદલાઈ ગયું
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોવિડ 19ની પરિસ્થિતિ અંદર રફ ડાયમન્ડ ટ્રેડિંગનો આખો બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે. છેલ્લા બે વર્ષથી જે પણ બિઝનેસ થાય છે તે ઓનલાઇન થતો હોય છે. તમામ એક્ઝિબિશન પણ ઓનલાઇન થઇ રહ્યાં છે. અગાઉ સાઉથ આફ્રિકાની અંદર જે નાના મોટા માઈનસ હોવાના કારણે ત્યાં વેપારીઓ ને જવું પડતું હતું. લોકો સાઉથ આફ્રિકા જઈને ત્યાં જોઈ અને ભાવ અનુસાર રફ ડાયમંડ ખરીદતા હતાં. પરંતુ કોવિડ19ની પરિસ્થિતિની અંદર તેઓએ બિઝનેસ પોલીસી ચેન્જ કરી નાખી હતી. હવે માઇન્સ માલિકો જે પણ રફ ડાયમંડ છે તે ક્રોકર્સ કંપનીને આપી દેતાં હોય છે. ત્યાર પછી કંપની બેલ્જિયમ, દુબઈમાં એક્ઝિબિશન મારફતે બિઝનેસ કરતી હોય છે.
15 થી 20 મિલિયન ડૉલરનો વેપાર
તેઓએ જણાવ્યું હતું કે, જે માઈનિંગ કંપનીઓ સાથે બિઝનેસ છે મારું માનવું છે કે 15 થી 20 મિલિયન ડૉલરનો વેપાર થાય છે. હવે New variant of corona ના કારણે ઓનલાઇન ટ્રેડિંગના હિસાબે કોઈને હાલ તકલીફ તો આવશે નહીં. પરંતુ છેલ્લા બે મહિનાથી લોકો જ્યારથી ટ્રાવેલિંગની શરૂઆત થઈ છે તેથી ત્યાં જઈ રહ્યાં હતાં અને રફ ડાયમંડની ખરીદી રૂબરૂ કરી શકતાં હતાં. પરંતુ હવે ફરીથી જે ઓનલાઇન ટ્રેડિંગ ( Buy diamonds online india ) હતું તે જ પ્રમાણે ખરીદી કરવી પડશે. એટલે કે બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે અને વિશ્વાસના આધારે લોકો એકબીજાની સાથે વેપાર કરશે.
આ પણ વાંચોઃ સુરતની એક કમ્પનીએ તૈયાર કરી 20 લાખની હીરા જડિત છત્રી
આ પણ વાંચોઃ Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે