સુરત: રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આજે સુરત એરપોર્ટ પરથી રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો ઉડ્ડયનપ્રધાન પૂર્ણેશભાઈ મોદી, કેન્દ્રીય રેલવેેપ્રધાન દર્શનાબેન જરદોશ તથા સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં (New Flites From Surat 2022) આવ્યો હતો. આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેકટ (Ventura AirConnect venture in Surat) દ્વારા 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર રોજની ફ્લાઈટ ચલાવવામાં આવી છે. જેથી 45 મિનિટની અંદરથી સુરતી સૌરાષ્ટ્ર અને 60 મિનિટમાં અમદાવાદ (Interstate Air Service In Gujarat) પહોંચી શકાશે.
વેન્ચુરા એરકનેક્ટનું સાહસ
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.આજથી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ (New Flites From Surat 2022) કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા (Ventura AirConnect venture in Surat) દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચોઃ પેરાલિમ્પિક્સમાં ખેલાડીઓના સારા પ્રદર્શનને લઈને સુરતના ઉદ્યોગપતિઓએ અનાથ બાળકોને કરાવી હવાઈ યાત્રા
એકસમાન રૂ. 1999 ટિકિટ દર
વેન્ચુરા દ્વારા (Ventura AirConnect venture in Surat) વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર (New Flites From Surat 2022) પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર (Flight tickets from Surat) રાખવામાં આવ્યો છે. આમ નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે.