સુરત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency) દ્વારા આજરોજ NEET UG 2022ના પરીક્ષાનું ફાઈનલ પરિણામ (NEET Medical Result 2022 in Gujarat) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શહેરના નિતંત જોષીએ પણ આ પરીક્ષાના પરિણામમાં 720માંથી 705 માર્ક્સ મેળવી ઓલ દક્ષિણ ગુજરાતમાં ટોપર બન્યો છે. આ ઉપરાંત સુરતની જ કૈરવી ઉનર્કટએ પણ NEET મેડિકલ 2022ના પરિણામમાં 720 માંથી 695 માર્ક્સ મેળવી ઓલ દક્ષિણ ગુજરાતમાં સેકન્ડ ટોપર બની છે. NEET UG મેડિકલ 2022ની પરીક્ષા ગત 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી. આ વખતે દેશમાંથી કુલ 18,72,373 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
ધોરણ 11 અને 12થી જ તૈયારીઓ આ બાબતે ઓલ દક્ષિણ ગુજરાતમાં ટોપર (NEET Medical 2022 Topper in South Gujarat) નિતંત જોષીએ જણાવ્યું કે, NEET UG 2022ના પરીક્ષામાં મારાં 720માંથી 705 માર્ક્સ આવ્યા છે. આ માટે મેં ધોરણ 11 અને12થી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલેકે રેગ્યુલર ટેસ્ટ અને રીવીઝન ચાલતું હતું. એટલે કે ક્લાસમાં અને ઘરે એમ કુલ આખો દિવસ અભ્યાસમાં જતો રહેતો હતો. મેં જેટલું ધાર્યું હતું એના કરતા સારા જ માર્ક્સ આવ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UG 2022નું ફાઇનલ પરિણામ અમારા ઇન્સ્ટિટ્યૂટના અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા પરિણામે પાસ થયા છે. આ બાબતે ઇન્સ્ટિટ્યૂટના હંસ સિંહલ પાલે જણાવ્યુ કે, આજરોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ NEET UG 2022ના પરીક્ષાનું ફાઇનલ પરિણામ (NEET Medical 2022 Result Declared today) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નિતંત જોષીએ NEET મેડિકલ 2022ના પરિણામમાં 720 માંથી 705 માર્ક્સ મેળવી સુરત ઓલ દક્ષિણ ગુજરાતમાં ટોપર બન્યો છે. તે સાથે જ ઓલ ઇન્ડિયામાં 38માં રેન્ક પણ મેળવ્યો છે અને અમારા જ ઇન્સ્ટયુટની કૈરવી ઉનર્કટએ પણ NEET મેડિકલ 2022ના પરિણામમાં 720માંથી 695 માર્ક્સ મેળવી ઓલ દક્ષિણ ગુજરાતમાં સેકન્ડ ટોપર(NEET Medical Exam Second topper in South Gujarat) બની છે. આ બન્ને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી આ પરિણામ હાસિલ કર્યું છે. આ પહેલા પણ ઇન્સ્ટિટ્યૂટના અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા પરિણામમાં પાસ થયા હતા.