સુરત: શ્રીજા અકુલા એક ભારતીય પેડલર (Srija Akula Indian paddler) છે, જેણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. યુનાઇટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાયેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તે ઓગસ્ટ 2022માં ચર્ચામાં આવી હતી. શ્રીજા પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમવા જઈ રહી છે, સુરત ખાતે આયોજિત નેશનલ ગેમ્સના ટેબલ ટેનિસમાં વુમન્સમાં (Women's Table Tennis) રમવા જઈ રહી છે.
પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું: તેલંગણાથી આવનાર શ્રીજા અનેકવાર ગુજરાત આવી ચૂકી છે પરંતુ તેને જણાવ્યું હતું કે માત્ર ત્રણ મહિનાના સમયમા ગુજરાત દ્વારા સારી રીતે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ખેલાડીઓને કોઈ પણ તકલીફ નથી. શ્રીજા અકુલાએ (Table Tennis player Srija Akula of Telangana) જણાવ્યું હતું કે, તેમના સિનિયર દ્વારા જે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે તેના કારણે તે નેશનલ ગેમ્સ માં કોઈપણ રીતે પ્રેશરમાં નથી. હાર જીત ચાલતી રહે છે પરંતુ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે. ટેબલ ટેનિસમાં ખેલાડીઓ સામે આવી રહ્યા છે કારણકે, સરકાર પ્રોત્સાહન આપે છે અને સાથોસાથ નોકરીની પણ ઉત્તમ તકો મળતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે જે રીતે વાતચીત કરી તેનાથી ખેલાડીઓને ઉર્જા મળી છે.
આદિવાસી સમાજનું પરંપરાગત નૃત્ય કર્યું: ગુજરાત વિશે શ્રીજા એ જણાવ્યું હતું કે, ગુજરાત સુરક્ષિત રાજ્ય છે અહીં આવીને કાર્નિવલમાં તેને આદિવાસી સમાજનો પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું અને ગુજરાતી વાનગીઓ પણ ખૂબ જ ગમી હતી ખાસ કરીને ઢોકળા ખાઈને મજા આવી ગઈ હતી.