ETV Bharat / city

સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ

સુરત શહેરમાં માત્ર 500 રૂપિયાની લેવડદેવડમાં એક વૃદ્ધની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાના રૂમમાં રહેતા છત્તીસગઢના વૃદ્ધને ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના આરોપી (મૂળ ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યો છે. મૃતકે આરોપી પાસે ઉછીના 500 રૂપિયા પરત માગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેણે ઉગ્ર સ્વરૂપ લેતા આરોપીએ મૃતકને ગળે ટૂંપો આપી દીધો હતો.

સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ
સુરતમાં માત્ર 500 રૂપિયાના કારણે છત્તીસગઢના વૃદ્ધની હત્યા, આરોપીની ધરપકડ
author img

By

Published : Sep 24, 2021, 10:28 AM IST

  • છત્તીસગઢના વૃદ્ધની ગળે ટૂંપો આપી થયેલી હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો
  • નશામાં ધૂત વૃદ્ધે અપશબ્દો કહી ઉછીના આપેલા 500 રૂપિયા માગતા થયેલા ઝઘડામાં હત્યા
  • આરોપીએ અઠવાડિયા અગાઉ સોનુએ 500 રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા

સુરતઃ શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાના રૂમમાં રહેતા છત્તીસગઢના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. મૃતકના પાડોશમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરીને આ કેસ ઉકેલ્યો છે. પોલીસ તપાસ મુજબ, દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત વૃદ્ધે અપશબ્દો કહી આરોપીને ઉછીના 500 રૂપિયા પરત આપવા કહ્યું હતું. જોકે, આરોપીએ ઝઘડામાં હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

મૃતક વૃદ્ધના હાથ અને મોઢું બાંધેલી હાલતમાં હતા

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં અમરોલી પોલીસની હદમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં મોટા વરાછામાં આવેલી નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિની ભાડાની રૂમમાં છત્તીસગઢના 68 વર્ષીય કન્હાઈ રામ સુંદર રામ રહેતા હતા. તેમની થોડા દિવસો પહેલા હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા વૃદ્ધના હાથ અને મોઢું પર કપડાથી બાંધેલું હતું. વધુમાં ઘરમાંથી સોનાની ચેન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. આથી કોઈ જાણભેદુ હોવાની આશંકા પોલીસને હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો સોનું જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. આથી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી, જેમાં પોલીસે સોનું જગદીશ ઠાકોરની મથુરાથી ધરપકડ કરી હતી.

નશામાં ધૂત વૃદ્ધે અપશબ્દો કહી ઉછીના આપેલા 500 રૂપિયા માગતા થયેલા ઝઘડામાં હત્યા

ઉછીના આપેલા 500 રૂપિયા પરત માંગતા કરાઈ હત્યા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અઠવાડિયા અગાઉ સોનુંએ 500 રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા, પરંતુ કામ ન મળતા તે પરત આપી શક્યો નહતો. તે દરમિયાન કન્હાઈ, સોનું અને તેનો રૂમ પાર્ટનર રૂમમાં દારૂ પીવા બેઠા હતા. ત્યારે જ દારૂના નશામાં વૃદ્ધે અપશબ્દો કહી 500 રૂપિયા પરત માગ્યા હતા. આથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે સોનુના રૂમમાંથી વૃદ્ધ પોતાના રૂમમાં જઈ રહ્યો હતો. તે વખતે તેની પાછળ સોનું ગયો હતો અને બાદમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં તેનો મોબાઈલ અને સોનાની ચેઈન લૂંટી લીધી હતી. હત્યાની જાણ સોનુંએ પોતાના રૂમ પાર્ટનરને કરી હતી, જેથી તે ગભરાઈ ગયો હતો અને બંને જણા ત્યાંથી વતન ભાગી ગયા હતા. જોકે, અમરોલી પોલીસે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું

આ પણ વાંચો- હત્યાના કેસમાંથી જામીન મળ્યા બાદ ફરી સુરત આવી હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.