ETV Bharat / city

Murder In Surat: સુરતમાં છેલ્લા 14 દિવસમાં હત્યાની 10 ઘટનાઓ, એડી સીપી શરદ સિંઘલે કહ્યું- મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ

સુરતમાં છેલ્લા 14 દિવસમાં 10 જેટલી હત્યાની ઘટનાઓ (Murder In Surat) બની છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલે આ વિશે જણાવ્યું હતું કે તમામ કેસોમાં આરોપી ઝડપાઈ ગયા છે. મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ છે. તેમના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે.

Murder In Surat: સુરતમાં છેલ્લા 14 દિવસમાં હત્યાની 10 ઘટનાઓ, એડી સીપી શરદ સિંઘલે કહ્યું- મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ
Murder In Surat: સુરતમાં છેલ્લા 14 દિવસમાં હત્યાની 10 ઘટનાઓ, એડી સીપી શરદ સિંઘલે કહ્યું- મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ
author img

By

Published : Feb 15, 2022, 10:58 PM IST

સુરત: ગુજરાતના આર્થિક પાટનગર સુરતને લોકો છેલ્લા ઘણા દિવસથી ક્રાઇમ કેપિટલ તરીકે બોલાવી રહ્યા છે. જેની પાછળ છેલ્લા 14 દિવસમાં જ 10 જેટલી હત્યાઓની ઘટના (Murder In Surat)છે. બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશ્નર (Additional Commissioner of Police) શરદ સિંઘલે આ અંગે જણાવ્યું હતું કે, હત્યાના તમામ કેસોમાં (Crime In Surat)આરોપીઓ ઝડપાઈ ગયા છે, જેમાં મોટાભાગના પરપ્રાંતીઓ છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલનું નિવેદન.

સુરતમાં 14 દિવસમાં 10 જેટલા હત્યાના બનાવો

અપરાધી પ્રવૃત્તિ કરનારા લોકોની માનસિકતા અને તેના બનાવો અંગે ચર્ચા થતી હોય છે. તેમની જાતિ, ધર્મ કે રાજ્યને કશુંય લેવા દેવા હોતું નથી. હત્યા જેવી ગંભીર ઘટનામાં આરોપી રાજ્યના છે કે પરપ્રાંતીય એ ક્યારેય પણ સુસંગત ચર્ચા હોતી નથી. પરંતુ આજે શહેરમાં ચર્ચાએ વેગ પકડ્યો છે જેની પાછળનું કારણ સુરતના ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch)ના એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલનું એક નિવેદન છે. સુરતમાં છેલ્લા 14 દિવસમાં 10 જેટલા હત્યાના બનાવો બન્યા છે જે અતિ ગંભીર બાબત છે. સતત થઈ રહેલા ક્રાઇમ અને હત્યાના બનાવ અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હત્યાના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેઓએ સાથે એ પણ જણાવ્યું હતું કે મોટાભાગના આરોપીઓ પરપ્રાંતિય છે.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case: આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, જાણો વિગતવાર સુરતની દિકરીનો હત્યા મામલો

જાન્યુઆરી 2021માં 12 હત્યાના ગુનાઓ નોંધાયા હતા

સુરતના ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે શહેરમાં હત્યાની ઘટનાઓ (Murder incidents In Surat) વધી છે. આ બાબતે હું સ્પષ્ટ કરવા માગું છું કે જાન્યુઆરી 2022માં માત્ર 2 હત્યાના બનાવ બન્યા હતા. જ્યારે તેની સરખામણીમાં જાન્યુઆરી 2021માં 12 જેટલી હત્યાના ગુનાઓ નોંધાયા હતા. સાથે ફેબ્રુઆરીની વાત કરવામાં આવે તો 2021માં માત્ર 3 હત્યાના ગુના નોંધાયા હતા, જ્યારે આ વખતે 6 જેટલા ગુના નોંધાયા છે. 2022માં અત્યાર સુધીમાં 8 જેટલા ગુના દાખલ થયા છે. તમામ ડિટેક્ટ થયેલા છે અને તમામ આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે.

'પરપ્રાંતીય આરોપી વધારે' નિવેદનથી વિવાદ

તેઓએ સાથે જણાવ્યું હતું કે, જો કારણ જોવા જઈએ તો 6 હત્યામાં જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે અને એમાં પરપ્રાંતીય આરોપી (Migrants In Crime In Surat) વધારે છે અને અન્ય 2 હત્યા પતિ-પત્નીના ઘર કંકાસ હોવાના કારણે હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે (Congress Corporater Surat) અસ્લમ સાયકલવાળા વખોડી કાઢી હતી. તેઓએ ઘટનાને વખોડતા સોશિયલ મીડિયામાં IPS શરદ સિંઘલના આ નિવેદનની ટીકા કરી હતી.

આ પણ વાંચો: Child Death in Surat: સુરતમાં SMCની કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા મોત, કારચાલક ફરાર

કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે શું કહ્યું?

તેઓએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, શરદ સિંઘલ (IPS) પોલીસ તંત્રમાં સિનિયર ઉચ્ચ અધિકારી છે અને હાલમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર સુરત શહેર પદે ફરજ બજાવી રહ્યા છે. સિંઘલ દ્વારા ગઈકાલે પ્રેસ-મીડિયાને સંબોધતી વેળા મર્ડર કરનારા આરોપીઓમાં 'પરપ્રાંતિય આરોપી વધારે છે' શબ્દનો પ્રયોગ મને યોગ્ય લાગ્યો નથી તેમજ એને હું સખ્ત વાંધા સાથે વખોડું છું. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જે આર્થિક વિકાસ છે એમાં 'પરપ્રાંતિ શ્રમિકોનું લોહી-પરસેવો રેડાયો છે' એ આપણે સૌએ ક્યારે ભૂલવું ના જોઈએ અને કોઈ એક નરાધમ ઈસમનાં કારણે સમગ્ર સમાજને અપમાનિત કરવાનો કોઈને અધિકાર નથી. સમગ્ર વહીવટીતંત્રને અપીલ છે કે, એમનાં દ્વારા જાહેરમાં આવા શબ્દો ના બોલાય અને કોઈની લાગણી ના દુભાય એની ખાસ કાળજી રાખે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.