- મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે બાતમીદાર ભાવેશ મહેતાનો કારમાંથી મળ્યો હતો મૃતદેહ
- મોં પર ટેપ બાંધેલી તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઇજા પહોંચાડી હત્યા
- કુખ્યાત અનિલ કાઠીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો
સુરત : ગત 17 મીના રોજ મહારાષ્ટ્રના નવાપુરમાં ટેલીફોન એક્સચેન્જ નજીક ડી.જે.અગ્રવાલ શાળા પાસે રોડ ઉપર સુરત પાસીંગની કારમાં પાછળની સીટ પરથી અજાણ્યા યુવાનની મોઢા પર ટેપ બાંધેલી અને તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઇજા પહોંચાડી (Murder case) હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો. બાદમાં તેની ઓળખ સુરતના ભટાર ઘનશ્યામનગરમાં રહેતા ભાવેશ મહેતા તરીકે થઈ હતી. સુરતના લોકોની સામેલગીરીની શક્યતાના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર ઝઘડીયા ચોકડી પાસેથી આકાશ અરવિંદભાઈ ઓડ અને આકાશ રમેશભાઇ જોરેવાલને ઝડપી લીધા હતાં.
કુખ્યાત અનિલ કાઠીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો
પોલીસ તપાસમાં કુખ્યાત અનિલ કાઠીએ ભાવેશ મહેતા સાથે અંગત ઝગડાની અદાવતમાં (Murder) હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અનિલ કાઠીએ તેના સાગરીતો વિશાલ ઉર્ફે ભૈયા ચૌધરી, પિંકેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ ચૌહાણ, સતીષ ઉર્ફે સત્યો અશોકસીંગ રાજપુત સઠેર મળીને હત્યાનો (Murder) પ્લાન બનાવ્યો હતો અને ભાવેશ મહેતા નવાપુર ખાતે ગયો હતો અને ત્યાં તેની વોચ ગોઠવી હતી અને બાદમાં તેની હત્યા કરી મૃતદેહ સગેવગે કરતાં કારમાં મૂકી ફરાર થઇ ગયાં હતાં.
આ પણ વાંચોઃ માવતર જ કમાવતર : અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીનું માતાએ જ ગળું દબાવીને હત્યા કરી
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ઝડપાયેલો આકાશ ઓડ સુરતના પાંચ અને ઓલપાડ, સાપુતારા, વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં મારામારી, ખંડણી, લૂંટ, રાયોટીંગ અને દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો.જયારે આકાશ જોરેવાલ દારૂની હેરાફેરીના ગુનામાં રાંદેર પોલીસ મથકમાં ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ ડાંગનાં લશ્કરીયા ગામે કુહાડી વડે હુમલો - એકનું મોત, 2ની હાલત ગંભીર