સુરત : ભીષણ ગરમીના કારણે માત્ર સામાન્ય માનવી ત્રસ્ત નથી, આ ગરમી અબોલ જીવોના જીવન પર (Effect of heat in Surat) અસર કરી રહ્યું છે. સુરતમાં ભીષણ ગરમીના કારણે 600થી વધુ પશુપક્ષીઓ ડીહાઈડ્રેશનનો (More than 600 animals were found unconscious in Surat)ભોગ બન્યા છે. બેભાન મળેલા આ અબોલ પ્રાણીઓને સુરત નેચર ક્લબ, પ્રયાસ સંસ્થા અને વનવિભાગ સારવાર આપી છોડી દે છે.
આ પણ વાંચોઃ વાહનચાલકોએ હવે બપોરે ટ્રાફિક સિગ્નલ પર નહીં રહેવું પડે ઊભા, ટ્રાફિક પોલીસે શું રાહત આપી, જૂઓ
ગરમીનો હાહાકાર- સુરતમાં આ વખતે ભીષણ ગરમીમાં મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પશુ પક્ષીઓ જેમાં કબુતર, પોપટ અને શ્વાન સહિત ના પ્રાણીઓ ડીહાઈડ્રેશનનો (Dehydration in animal and birds) ભોગ બન્યા છે. આ વર્ષે ગરમીનો પારો 42 સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. આ પરિસ્થિતિ માં એક બાજુ ગરમીને લગતા કેસમાં વધારો થયો છે. સામાન્ય માનવી સારવાર મેળવી રહ્યા છે .જ્યારે અબોલ પક્ષીઓના પણ ગરમીના કારણે બીમારીના (More than 600 animals were found unconscious in Surat)કેસ વધ્યા છે. જીવદયાપ્રેમી સંસ્થાઓએ નોંધ્યું છે કે આ વર્ષે કેસમાં 10 ટકા જેટલો વધારો થયો છે. ઉનાળાની સૌથી વધારે અસર (Effect of heat in Surat) સમડી, પોપટ અને કબૂતરને થતી હોય છે. કારણે કે આ પક્ષીઓ નાજુક હોય છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ
પક્ષીઓ પણ ગરમ લોહીવાળા હોય છે -પ્રયાસ સંસ્થાના પ્રમુખ દર્શનભાઈએ જણાવ્યું હતું કે, સ્પેસિફિક ડીહાઇડ્રેશનના કોલ આવ્યા હોય તેવા પશુપક્ષીઓની સંખ્યા અંદાજે 350 જેટલી છે. જેમાં કબુતર, પોપટ, સમડી જેવા પક્ષીઓ અને શેરીના શ્વાન (More than 600 animals were found unconscious in Surat)પણ છે. વ્યક્તિની જેમ પક્ષીઓ પણ ગરમ લોહીવાળા હોય છે. પક્ષીઓના શરીરનું તાપમાન એક વખત વધ્યા બાદ તેને સમતોલ કરવું મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં પક્ષીના જીવની સામે ખતરો ઉભો થાય છે અને ડીહાઇડ્રેશનના (Dehydration in animal and birds) કારણે બેભાન પણ થાય છે. તેમને સારવાર આપવામાં આવે છે. પાણી અને ખોરાક આપ્યા બાદ તેમણે છોડી દેવામાં આવે છે.