ETV Bharat / city

Surat : સંભવિત ત્રીજી લહેર માટે 30 ટકાથી પણ વધુ દવાઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સાથે અનેક સમસ્યાઓ સામે આવી હતી અને હવે દેશના નિષ્ણાંતો માની રહ્યા છે કે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવી શકે છે. જેને ધ્યાનમાં રાખી નવી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ધારીત્રી પરમાર અને તેમની ટીમે ખાસ રિપોર્ટ તૈયાર કરી છે. જેમાં સંભવિત ત્રીજી લહેરમાં પણ વસ્તુઓની જરૂરિયાત નવી સિવિલ હોસ્પિટલમાં રહેશે અને તમામ એક્શન પ્લાનનો ઉલ્લેખ છે. આ રિપોર્ટ ડોક્ટરોએ રાજ્ય સરકારને પણ મોકલી આપ્યો છે.

Surat
Surat
author img

By

Published : Jul 22, 2021, 4:23 PM IST

  • ડોક્ટરોની ટીમ દ્વારા એક ખાસ રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવ્યો
  • કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સાથે અનેક સમસ્યાઓ સામે આવી હતી
  • 1800 બેડની વ્યવસ્થા નવી સિવિલ હોસ્પિટલમાં રહેશે

સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમ દ્વારા એક ખાસ રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરના સમયે પીક પર જેટલા દર્દીઓ સુરતમાં નોંધાયા હતા તેને ધ્યાનમાં રાખી સંભવિત ત્રીજી લહેર માટે 30 ટકાથી પણ વધુ દવાઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. સાથે જ સુરતમાં વધુ એક ઓક્સિજન ટેન્ક લગાડવામાં આવશે.

ડૉ. ધારીત્રી પરમાર

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયાને કર્યુ સંબોધન, કોરોનાની ત્રીજી લહેરની બતાવી તૈયારી

OPD શરુ રાખવામાં આવશે અને બાળકો માટે અલગ ફ્લોર તૈયાર કરવામાં આવશે

ડોક્ટર્સે તૈયાર કરેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બીજી લહેર વખતે નવી સિવિલ હોસ્પિટલના તમામ OPD બંધ રાખવામાં આવ્યા હતા. માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી. પરંતુ ત્રીજી લહેર વખતે લોકોને હેરાનગતિ ન થાય અને સમયસર સારવાર મળી રહે તે માટે OPD શરૂ રાખવા માટેની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત, 1800 બેડની વ્યવસ્થા નવી સિવિલ હોસ્પિટલમાં રહેશે. નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ વખતે ત્રીજી લહેરમાં બાળકો કોરોનાગ્રસ્ત થાય તેવી સંભાવનાઓ છે, ત્યારે ખાસ બે માળ પર બાળકો માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં 200 બેડ ની ફાળવણી બાળકો માટે કરવામાં આવી છે.

આ પણ વાંચો: third wave of corona : શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા કરી

સિવિલ હોસ્પિટલમાં બે ઓક્સિજન ટેન્કની સુવિધા

વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત ન થાય આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં બે ઓક્સિજન ટેન્કની સુવિધા છે. તેમ છતાં વધુ એક ઓક્સિજન ટેન્કર લગાડવામાં આવશે. પરંતુ ત્રીજી લહેરમાં 90 ટન ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેર વખતે નવી સિવિલ હોસ્પિટલમાં જેટલા દર્દીઓ નોંધાયા હતા તેમની સંખ્યાને ધ્યાનમાં રાખી સંભવિત ત્રીજી લહેર માટે 30 ટકાથી પણ વધુ દવાઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે કન્સાઇનમેન્ટ ત્રીજી નવી સિવિલ હોસ્પિટલને મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.