ETV Bharat / city

Spot Vaccinationના કારણે સુરતના કાપડ માર્કેટમાં દરરોજ 1 હજારથી વધુ શ્રમિકો લે છે કોરોનાની વેક્સિન - સ્પોટ વેક્સિનેશન શ્રમિકો માટે આશીર્વાદરૂપ

દેશભરમાં 21મી જૂનથી સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)ની શરૂઆત થઈ છે. ત્યારે દેશભરમાં તેના ફાયદા જોવા મળી રહ્યા છે. તેના કારણે કોરોના વેક્સિનેશને (Corona Vaccination) વેગ પકડ્યો છે. સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)ના કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને મોટી રાહત થઈ છે. વેક્સિનેશન રજિસ્ટ્રેશનની ઝંઝટથી મુક્તિ મળ્યા બાદ સુરતના કાપડ ઉદ્યોગમાં અચાનક જ વેક્સિનેશનની સંખ્યામાં વધારો થયો છે. સુરત કાપડ માર્કેટમાં દરરોજ 1,000થી 1,200 જેટલા શ્રમિકો સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)નો લાભ લઇ રહ્યા છે.

Spot Vaccinationના કારણે સુરતના કાપડ માર્કેટમાં દરરોજ  1 હજારથી વધુ શ્રમિકો લે છે કોરોનાની વેક્સિન

author img

By

Published : Jun 24, 2021, 1:26 PM IST

  • સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)ના કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને મોટી રાહત
  • કાપડ માર્કેટમાં દરરોજે 1000 થી 1200 જેટલા શ્રમિકો સ્પોટ વેક્સિનેશન Spot Vaccinationનો લાભ લઇ રહ્યા છે
  • એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન (Registration on Application)ના ઝંઝટથી મુક્ત થયા છે
  • વેક્સિન હવે નિ:શુલ્ક મળવાથી વેક્સિનેશન (Vaccination)ની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે

સુરતઃ શહેરના શ્રમિકો કોરોના વેક્સિનેશન અભિયાન (Corona Vaccination Campaign)માં જોડાઈને વેક્સિન મુકાવી રહ્યા છે. 21મી જૂન પહેલા દેશભરમાં કોરોનાથી બચવા માટે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અનિવાર્ય હતી, પરંતુ 21મી જૂનથી સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination) શરૂ થતા દેશભરના લોકોને મોટી રાહત થઈ છે. ખાસ કરીને જે ગરીબ અને અશિક્ષિત વર્ગ છે તેઓ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશનના ઝંઝટથી મુક્ત થયા છે. એટલું જ નહીં વેક્સિન હવે નિ:શુલ્ક મળવાથી વેક્સિનેશનની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરતના કાપડ ઉદ્યોગમાં 10 લાખથી વધુ શ્રમિકો કાર્યરત છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડીશા, રાજસ્થાનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો સુરત કાપડ ઉદ્યોગમાં રોજગારી માટે આવે છે. જે વધુ શિક્ષિત નથી અને મોબાઈલમાં આ વેક્સિનેશન રજિસ્ટ્રેશન કરી શકે એટલું જ્ઞાન નહતું, પરંતુ જ્યારથી સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)ની પ્રક્રિયા દેશમાં શરૂ થઈ છે. તેનો સીધો લાભ હવે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો મેળવી રહ્યા છે.

વેક્સિન હવે નિ:શુલ્ક મળવાથી વેક્સિનેશન (Vaccination)ની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે

આ પણ વાંચો- ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કોરોનાની વેક્સિન અપાતા ખેડામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વેક્સિનેશન વધ્યું

સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination) શ્રમિકો માટે આશીર્વાદરૂપ

સુરતમાં સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination) પહેલા વેક્સિનેશનની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે એકાએક વેક્સિન લેનારા લોકોની સંખ્યા વધી છે. જોકે, આ પહેલા વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી શ્રમિક અને અશિક્ષિત વર્ગ વેક્સિન લેવા નહતો જતો. જોકે, હવે સ્પોટ વેક્સિનેશન શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો- Walk In Vaccination Campaign : આણંદ જિલ્લામાં 157 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ

સુરતમાં 2 દિવસમાં 70,000થી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું

સુરતમાં છેલ્લા 2 દિવસમાં 70,000 થી પણ વધુ લોકોનું વેક્સિનેશન થતા સુરત રાજ્યમાં મોખરે છે ત્યારે બીજી તરફ સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)થી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો પણ મોટી સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે. આ અંગે સુરતમાં કાપડના વેપારી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે , સ્પોટ વેક્સિનેશન (Spot Vaccination)થી રોજ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારથી 1,200 જેટલા શ્રમિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ અગાઉ રજિસ્ટ્રેશનની મૂંઝવણ અને ખાનગી હોસ્પિટલમાં ચાર્જને લઈને શ્રમિકો વેક્સિનેશન લગાવવા માટે જતા નહોતા. પરંતુ હાલ રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળતા શ્રમિકો મોટી સંખ્યામાં રોજે વેક્સિનેશન કરાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.