સુરત : વિશ્વભરમાં ખૂબ જ સમજદાર ગણાતા આફ્રિકન ગ્રે પોપટ બજરંગી સુરતમાં ખોવાઈ (Missing Parrot Complaint In Surat ) ગયો છે. પોપટની કિંમત 60,000ની છે. બજરંગીને (African gray parrot Bajrangi) શોધવા માટે પોપટના માલિકે સુરત ના ઉમરા પોલીસ મથકમાં ચોરી થયાની અરજી કરી છે.
બજરંગી 6 વર્ષનો છે
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા કમલ શિંદે ઘરે છ વર્ષની ઉંમર (African gray parrot Bajrangi )ધરાવતો આફ્રિકન ગે પોપટ હતો. જે 6 ફેબ્રુઆરીના રોજ ઘરની બહાર નીકળી રોડ પર જતો રહ્યો હતો ત્યારબાદ દેખાયો (Missing Parrot Complaint In Surat) નહોતો. કમલભાઈએ જણાવ્યું હતું કે પોપટની ઉંમર 6 વર્ષ છે અને એક્ઝોટિક બર્ડ્સ એડવાઇઝરી હેટળ પોર્ટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. સીસીટીવીમાં દેખાય છે કે કોઈ વ્યક્તિ પોપટને લઈ જાય છે. પોપટને પરિવારના સભ્યની જેમ અમે રાખતા હતાં. હાલ પરિવાર નિરાશ છે.
આ પણ વાંચોઃ પંચમહાલમાં વિલુપ્ત થતી પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી ઘાયલ અવસ્થામાં મળી આવ્યું
આ પોપટ હોશિયાર ગણાતો પોપટ છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમને મળેલી માહિતી મુજબ ગોપીપુરામાં રહેતો કોઈ વ્યક્તિ એ (African gray parrot Bajrangi ) પોપટ લઈ ગયો છે. આ ખૂબ જ હોશિયાર ગણાતો પોપટ હોય છે. તે સરળતાથી બધું શીખી જતો હોય છે. તે પરત મળી જાય એ માટે અમે સુરત ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જેથી પોલીસ અમારો પોપટ શોધી શકે. તેને અમે ઘરમાં ખુલ્લો પણ રાખતા હતાં. શોધતાં ખબર પડી કે પોપટ ખોવાયો (Missing Parrot Complaint In Surat) નથી પણ ચોરાયો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસરે કરોળીયાની નવિ પ્રજાતિની કરી શોધ