સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના 150થી વધુ જવાનો બાળકીની શોધખોળમાં જોડાયા હતાં.20 મિનિટ જેટલા સમયગાળામાં પોલીસે બાળકીને શોધી કાઢી માતાપિતાને સોંપી હતી.
છાશ લેવા ગઇને ગુમ થઇ હતી
સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિશાલ ગર પાસે રહેતા અમરશી ભાઈ રાઠોડ શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. અમરશીભાઈને સંતાનમાં એક ચાર વર્ષની બાળકી છે. બપોરે 1ના સુમારે તેને નીચે આવેલી કરીયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી. જોકે 10 મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરીયાણાના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી જોકે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી. ત્યાર બાદ માતાપિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકી ન.મળતા કાપોદ્રા પોલીસ મથકે જાણ કરાઈ હતી.
આ પણ વાંચોઃ Molestation Of Child In Surat: પાંડેસરામાં ચોકલેટ આપવાના બહાને બાળકી સાથે અડપલાં કરનારની પોલીસે કરી ધરપકડ
માત્ર 20મિનિટમાં પોલીસે શોધી
કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પીએસઆઈ ડાવરા તેમજ સર્વેલન્સ ટીમને શોધખોળ માટે રવાના કરી.હતી. ત્યાર બાદ કાપોદ્રા પોલીસની સી ટીમ તેમજ વરાછા ,સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા તેમની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ હતી. અનેક જગ્યાએ બાળકીના ફોટો બતાવી ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરું જગ્યાએ પણ તપાસ કરી હતી અને અનેક જગ્યાના સીસીટીવી પણ તપસ્યાં હતાં.જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે.ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથકની હદમાં અશ્વિનીકુમાર ગૌશાળાથી મળી આવી હતી અને પોલીસે આ કામગીરી માત્ર 20.મિનિટમાં કરી બાળકીનું મિલન તેના માતાપિતા સાથે કરાવ્યું હતું.
પરિવારે માન્યો પોલીસનો આભાર
પરિવારે જણાવ્યું હતું કે બાળકી ગુમ થતા ખુબ જ ચિંતામાં હતાં. શોધખોળ બાદ પણ બાળકી મળતી ન હતી. અમે પોલીસ મથકે આવ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ખુબ જ મહેનત કરી બાળકીને શોધી કાઢી હતી. અમે પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ.