- પરિણીતા મજૂરી કામ માટે પાલનપુર આવી હતી
- મધ્યપ્રદેશના બાજના જિલ્લામાં પરત જઈને નોંધાવી પોલીસ ફરિયાદ
- દુષ્કર્મ આચર્યા બાદ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરતઃ અડાજણ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં નવનિર્મિત ઈમારતમાં મધ્યપ્રદેશની એક પરિણીતા મજૂરી કામ કરવા માટે આવી હતી. પરિણીતા પર મધ્યપ્રદેશના બાજના જિલ્લાના રતલામના રહેવાસી કૌટુંબિક કૌટુંબિક કાકાજી સસરા પુંજા મહેશજી ખરાડીની ખરાબ નજર હતી. કૌટુંબિક કાકાજી સસરાએ વહુ પ્રત્યેની તમામ હદો વટાવીને 14મી જાન્યુઆરીના રોજ રાત્રિએ પરિણીતાને બળજબરીથી બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ તેમના જાળમાંથી છૂટવાની કોશિશ કરતા કૌટુંબિક કાકાજી સસરાએ પરિણીતાનું મોઢુ દબાવી દીધું હતું.
સુરત પોલીસે કૌટુંબિક કાકાજી સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આવુ દુષ્કૃત્ય કૌટુંબિક કાકાજી સસરાએ કરતા પરિણીતા પરત મધ્યપ્રદેશ ચાલી ગઇ હતી અને મધ્યપ્રદેશના બાજના જિલ્લામાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઇ સુરત પોલીસને ફરિયાદ મોકલી હતી. અડાજણ પોલીસે કાકાજી સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.