ETV Bharat / city

મહિલાઓ માટે અસલામત ગુજરાતઃ કરફ્યુ સમયે મહિલા પોલીસકર્મી સાથે છેડતી

author img

By

Published : Jan 2, 2021, 5:53 PM IST

સુરત પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીને છેડતી કરનારા બે ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. મહિલા પોલીસકર્મીની છેડતી કર્યા બાદ બંને ઈસમો ફરાર થઇ ગયા હતા. જો કે ફરી છેડતી કરવા આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બંન્ને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કરફ્યુ સમયે મહિલા પોલીસકર્મી સાથે છેડતી
કરફ્યુ સમયે મહિલા પોલીસકર્મી સાથે છેડતી

  • સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે છેડતી
  • 31stની રાત્રીએ પેટ્રોલિંગ સમયે છેડતીની ઘટના
  • બંને ઈસમોની પોલીસે કરી ધરપકડ

સુરત: પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીને છેડતી કરનારા બે ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. મહિલા પોલીસકર્મીની છેડતી કર્યા બાદ બંને ઈસમો ફરાર થઇ ગયા હતા. જો કે ફરી છેડતી કરવા આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બંન્ને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસકર્મીઓએ આરોપીઓને પકડવા કર્યો પીછો

શહેરના પુણા પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી 31stની રાત્રીએ પુણા પાટિયા પાસે ફરજમાં તૈનાત હતી. આ દરમિયાન મોપેડ સવાર 2 ઈસમો આવતા તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બંને ઈસમોએ સીટી મારી બીભત્સ શબ્દો બોલી ફરાર થયા હતા. જો કે ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ તેઓને પકડવા માટે પીછો કર્યો હતો. પરંતુ બંને ઇસમો ભાગવામાં સફળ રહ્યા હતા.

બંન્ને આરોપીઓ પોલીસની પકડમાં

મહિલા પોલીસકર્મીની છેડતી કરીને ફરાર થયાની થોડીવાર પછી બંને ઈસમો ફરી ત્યાં આવ્યા હતા. ફરી એક વખત છેડતી કરી ખરાબ નજરથી જોઈ સીટી મારી હતી. તેમજ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. થોડા સમય બાદ PI ત્યાંથી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમયે મહિલા પોલીસકર્મીએ પી.આઈ.ને સમગ્ર હકિકત જણાવી હતી. જેથી પી.આઈ. સહિત અન્ય સ્ટાફ પણ આરોપીને પકડવા કામે લાગ્યા હતા. આખરે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

કેટરિંગવાળાને ત્યાં કરે છે કામ

મહિલાની છેડતી બાદ ફરાર થયેલા બંને આરોપીઓમાં એક 22 વર્ષીય જીતુસિંગ રાજપુત અને બીજો 18 વર્ષીય ગોવિંદ મેઘવાલ હોવાનું સામે આવ્યુ હતુ. છેડતીના બંને આરોપીઓ કેટરિંગવાળાને ત્યાં મજૂરીનું કામ કરે છે. બંને વિરુદ્ધ છેડતી અને સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી તપાસ શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.