- શહેરી વિકાસ પ્રધાન બન્યા બાદ સુરતમાં પહેલી વાર પધાર્યા વિનુ મોરડીયા
- પોતાના મત વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા કરી લોકોના લીધા આશીર્વાદ
- પોતાના મત વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા કરી
સુરત: શહેરમાં આજે 2 ઓક્ટોબરે પોતાના જ મત વિસ્તારમાં રાજ્યના શહેરી વિકાસ પ્રધાન વિનુ મોરડીયાના શહેર કતારગામ વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) માં હાજરી આપી તથા રાજ્યમાં પ્રધાન મંડળમાં શહેરી વિકાસ પ્રધાન બન્યા બાદ સુરતમાં પહેલી વાર તેમનું આગમન થતાં જ સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કતારગામ વિસ્તારના લોકો દ્વારા ઢોલ-નાગરા, ડીજે તથા ફટાકડા ફોડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન રાજ્ય મંત્રી વિનુ મોરડીયા પણ બે હાથ જોડી લોકોનું અભિવાદન કરતા નજરે જોવા મળ્યાં હતા.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં આજે મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ
મને શહેરી વિકાસની જવાબદારી આપી છે એટલે મારી જવાબદારી વધી ગઈ : વિનુ મોરડીયા
વિનુ મોરડીયા મંત્રી બન્યા બાદ કહ્યું કે, આજે લોકો મને આશીર્વાદ આપી રહ્યા છે. તો મને એમ લાગી રહ્યું છે કે, મારી જવાબદારી વધી ગઈ છે. શહેરી વિકાસની જવાબદારી છે. ત્યારે શહેરના તમામ પ્રશ્નો જે છે. એને વિશે હાલ કરવાની જવાબદારી હું નિભાવીશ અને લોકોનો પ્રેમ છે એટલે મારી જવાબદારી વધી છે. દેશમાં આપણે જ વધારે એવોર્ડ લઈએ છીએ છતાં પણ જે મેગા પ્રોજેક્ટ છે રિવરફ્ન્ટ, મેટ્રો, આઉટ ઑફ રીંગ રોડ છે. આવા જે ત્રણ ચાર પ્રોજેક્ટો છે તેને ઝડપથી પૂર્ણ કરીશું.
આ પણ વાંચો: ગજેન્દ્રસિંહ પરમારની જનયાત્રાનું બનાસકાંઠામાં ઠેરઠેર સ્વાગત, ડીસામાં યોજાઈ જાહેરસભા - થરામાં વિશાળ બાઇક રેલી
લ્યો આમાં પણ માસ્ક વગર
- સુરતમાં આજે પોતાના જ મત વિસ્તારમાં વિનુ મોરડીયાનું શહેર કતારગામ વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપી હતી. આ જન આશીર્વાદ યાત્રામાં રાજ્યના શહેરી વિકાસ પ્રધાન, રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી તથા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તમામ ભાજપના કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા. એક બાજુ રાજ્ય સરકાર કોરોના ત્રીજી લહેરને નિવારવાની તૈયારીઓ કરી રહી છે અને તેમના જ પ્રધાનો, પ્રમુખો, કાર્યકર્તાઓ કોરોના કેસમાં વધારો કરવાની જાહેરાત કરતા હોય એમ લગી રહ્યું છે.
- રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળમાં નિમણૂક પામેલા પ્રધાનો દ્વારા ઘરે પરત ફરતી વખતે પોતાના વિસ્તારમાં આવતા તાલુકાઓમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra ) યોજીને ભાજપની વિકાસ ગાથા ગામેગામ પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. આજે 1 ઓક્ટોબરે પ્રધાન મનીષા પટેલ કરમસદ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનું સ્વાગત સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પુર્વ સાંસદ દીલીપ પટેલ, નગરપાલિકાના પ્રમુખ નીલેશ પટેલ, પ્રદેશના રમણ સોલંકી સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
- 30 સપ્ટેમ્બરથી સુરતના ચોર્યાસીમાં જન આશીર્વાદ યાત્રાની (Jan Ashirwad Yatra ) શરૂઆત થઇ ગઈ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય ઝંખના પટેલ પણ હાજર રહ્યાં. કોરોનાની ત્રીજા લહેરની આશંકા વચ્ચે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર કાર્યકર્તાઓ જોવા મળ્યાં હતાં.
- પ્રજાના પ્રશ્નોને જાણવા અને ભાજપ સરકારે (BJP Government) કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં જનઆશીર્વાદ યાત્રાનું (Jan Ashirvad Yatra) આયોજન કર્યું છે, જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) યોજાઈ હતી. જ્યારે જિલ્લાના ઠેરઠેર વિસ્તારમાં આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ મહેસુલ પ્રધાને કોરોના કાળમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલી કામગીરીને બિરદાવી હતી.