ETV Bharat / city

આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણી PPE કીટ પહેરીને કોવિડ વોર્ડમાં ગયા, પ્રત્યેક દર્દીના ખબર અંતર પૂછ્યા

author img

By

Published : Apr 23, 2021, 10:47 PM IST

આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સુવિધાઓ સંબંધી જાણકારી મેળવીને કોવિડ પોઝિટીવ વોર્ડમાં ફરજ બજાવતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની નિયમિત તપાસ, સારસંભાળ અને આરોગ્ય સુવિધાઓને નજરે નિહાળી હતી. તેમણે દાખલ દર્દીઓની આસપાસ અને વોર્ડમાં સ્વચ્છતા, સમયસર ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વિષે જાત તપાસ કરીને દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.

આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણી PPE કીટ પહેરીને કોવિડ વોર્ડમાં ગયા, પ્રત્યેક દર્દીના ખબર અંતર પૂછ્યા
આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણી PPE કીટ પહેરીને કોવિડ વોર્ડમાં ગયા, પ્રત્યેક દર્દીના ખબર અંતર પૂછ્યા
  • આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ કોવિડ વોર્ડની લીધી મુલાકાત
  • વોર્ડના દર્દીઓની હાલત અને હોસ્પિટલની સુવિધાઓની સમીક્ષા કરી
  • કોરોના વોર્ડમાં દર્દીઓ સાથેની મુલાકાતમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

સુરત: ‘તબિયત કેમ છે?..' 'કોઈ તકલીફ તો નથી ને..?' 'ભોજન સમયસર મળે છે ને?' ‘જરાય ચિંતા ન કરશો..’, ‘કોઈ સમસ્યા હોય તો નિ:સંકોચ કહેજો’, 'તમે જલદી સાજા થઈ જશો' આ શબ્દો છે, આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીના. જેમણે કોરોના સામે લડી રહેલા કોવિડ દર્દીઓનો જોમ-જુસ્સો વધારવા સંવેદનશીલ અભિગમ દાખવતા PPE કીટ પહેરીને નવી સિવિલની કિડની હોસ્પિટલમાં આવેલા કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી અને ઝડપભેર સ્વસ્થ થઈ જશો એવી શુભકામના પાઠવી હતી.

સિવિલમાં ખાનગી હોસ્પિટલો કરતાં પણ સારી સારવાર

આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, આજે ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કોવિડ દર્દીઓ સાથે વાતચીત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી. કોવિડ દર્દીઓની મુલાકાત લઈને તેમનો પ્રતિભાવ અને પ્રતિસાદ મેળવ્યો હતો. તમામ દર્દીઓએ સિવિલના તબીબો, આરોગ્ય સ્ટાફ અને સુવિધાઓ અંગે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. મહત્તમ દર્દીઓએ એમ પણ કહ્યું કે, તેઓને સિવિલમાં ખાનગી હોસ્પિટલો કરતાં પણ સારી સારવાર મળી રહી છે અને ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ નિયમિતપણે રાઉન્ડ પર આવીને તબિયતની કાળજી લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.