ETV Bharat / city

સુરતમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક કરોડપતિ આરોપીની ધરપકડ - સુરત પોલીસ

સુરતમાંથી ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક કરોડપતિ આરોપીની ધરપકડ કરાઈ છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આદિલ નામના આરોપીની ધરપકડ કરી છે. આદિલ સુરતના મોભાદાર પરિવારમાંથી આવે છે.

ETV BHARAT
સુરતમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક કરોડપતિ આરોપીની ધરપકડ
author img

By

Published : Oct 2, 2020, 3:31 PM IST

સુરત: શહેરમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ACP આર.આર.સરવૈયાએ જણાવ્યું કે, આ અગાઉ પકડાયેલા આરોપી સલમાન ઝવેરી પાસેથી 1 કિલો 11 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. આ ડ્રગ્સમાં અડધો હિસ્સો આદિલનો હતો.

સુરતમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક કરોડપતિ આરોપીની ધરપકડ

આદિલ ગત કેટલાક દિવસથી ફરાર હતો. જેની ધરપકડ કરવામાં આવી છે. સલમાન અને આદિલ એક પાર્ટીમાં દોઢ વર્ષ અગાઉ મળ્યા હતાં. જ્યાં તેમની દોસ્તી થઈ હતી. બાદમાં બન્નેએ સાથે ધંધો શરૂ કર્યો હતો. આદિલ પણ ડ્રગ એડિક્ટ છે. આદિલ પોતે ડ્રગ્સ લેવાની સાથે વેચતો પણ હતો.

આદિલની સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. કારણ કે, તે અનેક નાઈટ પાર્ટીમાં જતો હતો. આદિલ કઈ-કઈ પાર્ટીમાં અને ક્યાં-ક્યાં જતો હતો આ બઘી તપાસ કરવામાં આવશે.. આ ઉપરાંત આદિલ પાસેથી કોણે ડ્રગ્સ ખરીદ્યું હતું, તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ડ્રગ્સ ખરીદનારા તમામ લોકોની તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.